ભુજ, તા. 2 : ગાંધીનગર દ્વારા રમત-ગમત પ્રવૃત્તિ
વિભાગ દ્વારા શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત વુશુ અંડર-17 રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આણંદ જિલ્લા ખાતે આયોજન કરાયું હતું, જેમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓએ
બે રજત ચંદ્રક તેમજ એક કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા. વિદ્યામંદિરની દીકરીઓની આ સિદ્ધિને
ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, સંત મંડળ, સાંખ્યયોગી બહેનોના મહંત સામબાઈ ફઈ, સંચાલક મંડળના પ્રમુખ
કાનજીભાઈ, મંત્રી પ્રવીણ પિંડોરિયા, આચાર્યા
દક્ષાબેન, કોચ રશ્મિતાબેને બિરદાવી હતી.