• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

કાલે `વાવલ શૈલી ગરબા' વર્કશોપ દ્વારા કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરશે રાહગિરિ

ભુજ, તા. 2 : કચ્છમાં રાત્રિ બિફોર નવરાત્રિ ઈવેન્ટ દ્વારા એક પરંપરા શરૂ કરનારું રાહગિરિ ગ્રુપ એકવિધતામાં નાવિન્ય સાથે કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરવા તા. 4 ઓક્ટોબર, રવિવારે સાંજે 6.30 કલાકથી વાવલ ગરબાનો વર્કશોપ યોજવા જઈ રહ્યું છે જેમાં કચ્છની સંસ્કૃતિની વાત આવતાં જ રાજપરિવારના મહારાણી પ્રીતિદેવી તથા ટ્રસ્ટી ઓફ પ્રાગમહેલ ટ્રસ્ટ તરફથી અદમ્ય હૂંફ અને સહકાર સાંપડ્યા છે. ગામઠી સંસ્કૃતિમાં ખૂબ જ પ્રચલિત એવી આ સ્ટાઈલનું ગત વર્ષે નવરાત્રિ દરમિયાન યુવા ખેલૈયાઓમાં મોટું આકર્ષણ જોવા મળ્યું હતું, પરંતુ તેની વિશિષ્ટ સ્ટાઈલ સાથે ગરબા રમવા સૌ કોઈ માટે શક્ય બની શકે તેમ નથી અને તે માટે જ આ વર્ષે ખાસ આ સ્ટાઈલના ગરબા શીખવા માટે કચ્છનું ખૂબ જ જાણીતું અને પોતાના ખેલૈયાઓ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં લોકોને જોવા માટે ખાસ આકર્ષણ બનતા કચ્છીસ ગ્રુપના કોરિયોગ્રાફર એવા જયેશભાઈ આહીર અને પ્રેમભાઈ આહીર અને તેમની ટીમ દ્વારા આ વર્કશોપમાં શીખવવામાં આવશે. પ્રાગમહેલ જેવા શાહી સ્થળ પર યોજાવા જઈ રહેલા આ વર્કશોપની સાજ-સજ્જા પણ સ્થળને અનુરૂપ કરાઈ રહી છે જેથી આવનારા દરેક ખેલૈયાઓને પોતાની તસવીર યાદગીરી સ્વરૂપે કંડારવાની તક મળી રહે. પ્રવેશ તદ્દન નિ:શુલ્ક છે, પરંતુ જે લોકોએ ગૂગલ ફોર્મ દ્વારા રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને જ બેલ્ટ દ્વારા પ્રવેશ મળી શકશે. ટુ-વ્હીલર પાર્કિંગ પ્રાગમહેલની અંદર પાછળના ભાગે તથા ફોર-વ્હીલર માટે બહારની બાજુ કરવાનું રહેશે. મુખ્ય પ્રાયોજક તરીકે બરસાના રિયાલિટી ઉપરાંત સહપ્રાયોજક તરીકે આરબીએલ બેંક, પ્રબલ ફર્નિચર, જ્યોતિ સ્કૂલ મોલ, કતિરા ઈમેજિંગ સેન્ટર, ફોનવાલે તથા ફૂડ એન્ડ બેવરેજીસ પાર્ટનર તરીકે ડીએનજે ગાંધીધામ તરફથી સહકાર મળી રહ્યો છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd