• શુક્રવાર, 23 મે, 2025

અંતરિક્ષમાં ઈસરો રચશે નવો ઈતિહાસ

નવી દિલ્હી તા. 20 : અંતરિક્ષમાં વધુ બે મોટા મિશન સાથે ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો નવો ઈતિહાસ આલેખવાની તૈયારીમાં છે. પહેલું મિશન મે મહિનામાં લોન્ચ થવાનું છે જેમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુકલા અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના સહયોગ હેઠળના મિશન એકિસઓમ-4 અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રની મુલાકાતે જશે. શુકલાની અંતરિક્ષ યાત્રા ભારતની માનવ અંતરિક્ષ મિશન યોજના ગગનયાન માટે સમાચિહ્ન સમાન બની રહેશે. એકિસઓમ-4 મિશનમાં તેઓ સ્પેસફલાઈટ સંચાલન, લોન્ચિંગ, સુક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં અનુકૂલન, ઈમરજન્સીની તૈયારીઓ અને વ્યાવહારિક અનુભવ મેળવશે. ત્યાર બાદ જૂનમાં ઈસરો અને નાસાના સંયુક્ત પ્રયાસથી બનેલો અત્યાર સુધીનો સૌથી મોંઘો પૃથ્વી અવલોકન ઉપગ્રહ નિસાર ભારતના જીએસએલવી-એમકેર રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ દોઢ અબજ ડોલરના ખર્ચે તૈયારકરવામાં આવ્યો છે. આ ઉપગ્રહથી પૃથ્વીથી પરિવર્તિત થતાં પારિસ્થિતીક તંત્ર, સપાટીમાં બદલાવ, બરફના ગ્લેશિયર તૂટવાની માપણી સાથે બાયોમાસ, સમુદ્રી સ્તરમાં વૃદ્ધિ, ભૂજળ, કુદરતી આફતો અંગે માહિતી મળી શકશે. ભારતીય અંતરિક્ષ યાત્રી શુકલા સ્પેસ સ્ટેશન જઈ રહ્યા છે, જ્યાં તેઓ પોતાની સાથે સૂક્ષ્મ જીવ વોએજર ટાર્ડીગ્રેડસને સાથે લઈ જશે. આ જીવને વોટર બીયર એટલે કે પાણીનું રીંછ અથવા મોસ પિગલેટ પણ કહેવામાં આવે છે. આ જીવ એટલા નાના હોય છે કે તેને માઈક્રોસ્કોપ વિના નરી આંખે જોઈ શકાતા નથી. તેનું શરીર 8 પગવાળું હોય છે. તેને નાના નાના નખ પણ હોય છે. તેનો ચાલવાનો અંદાજ રીંછ જેવો હોય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd