• મંગળવાર, 17 નવેમ્બર, 2026

દયાપરમાં મીઠાઈના વેપારીનાં ખાતાંમાંથી જાણ બહાર રૂા. 1.33 લાખ ઊપડી ગયા

કોઈ ઓટીપી વિના ઓનલાઈન છેતરપિંડી

ભુજ, તા. 16 : જાણ બહાર ઓટીપી વિના જ નાણાં ઊપડી જવાના કિસ્સા વધી રહ્યા છે. તે વચ્ચે લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં મીઠાઈના વેપારી સાથે પણ આ રીતે રૂા. 1,33,059ની ઓનલાઈન છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. દયાપરમાં શ્રીનાથજી સ્વીટ્સની દુકાન ધરાવતા મીઠાઈના વેપારી 60 વર્ષીય કિશોરભાઈ મંગળદાસ શાહે આજે દયાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 12/11ના તેમને તેમના ખાતાંમાંથી નાણાં ઊપડયાના મેસેજ આવતાં બેન્કનો સંપર્ક કરતાં બેન્કવાળાઓએ જણાવ્યું કે, તમારાં ખાતાંમાંથી ક્રેડિટકાર્ડ દ્વારા રૂપિયા ઊપડી ગયા છે. આથી બેન્ક ખાતાંનું સ્ટેટમેન્ટ કઢાવતાં ગત તા. 12/11ના જુદી-જુદી યુપીઆઈ મારફત ચાર ટ્રાન્જેકશનથી તેમની જાણ બહાર કોઈપણ જાતના ઓટીપી વિના કુલ્લે રૂા. 1,33,059 ઊપડી ગયા હતા. આમ આ ચાર યુપીઆઈ આઈ.ડી. ધરાવતા ચાર અજાણ્યા ઈસમે ફરિયાદીની જાણ બહાર નાણાં ઉપાડી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે છેતરપિંડી-આઈ.ટી. એક્ટ તળે ગુનો દાખલ કરી છાનબીન આદરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd