• મંગળવાર, 17 નવેમ્બર, 2026

બાંડિયામાં વીજ ટાવર ઉપરથી 1.50 લાખના વાયરની ઉઠાંતરી

ચાર ઇસમને એલ.સી.બી.એ ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો

ભુજ, તા. 16 : અબડાસા તાલુકાના બાંડિયાની સીમમાં ખાનગી વીજ કંપનીના વીજ ટાવર ઉપરથી રૂા. 1.50 લાખના વીજ વાયરની ઉઠાંતરી થયાનો બનાવ સામે આવ્યો હતો જેમાં એલ.સી.બી.એ ચોરાઉ મુદ્દામાલ સાથે ચાર ઇસમને ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. આ ચોરી અંગે ગઇકાલે નલિયા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા. 13/11ના સવારે સાતથી સાંજે સાત વાગ્યા દરમ્યાન બાંડિયાના સીમ વિસ્તારમાં આવેલી કે.પી. એનર્જી કંપનીના 200 કે.વી. વીજ ટાવર ઉપરથી કોઇ અજાણ્યા ચોર ઇસમ એલ્યુમિનિયમના વીજ વાયર આશરે 1000 મીટર જેની અંદાજે કિં.રૂા. 1,50,000ની ચોરી કરી લઇ ગયા છે. દરમ્યાન એલ.સી.બી.ને અબડાસામાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે, ભીલાલ ઓસ્માણ બાયડ (રહે. સુમરાસર શેખ) તેના મળતિયા સાથે મળી તેરા તરફથી એક લોડિંગ વાહન જેના નં. જી.જે.-12-બી.ટી.- 8570વાળીમાં શંકાસ્પદ વાયરોના ગૂંચડા ભરી ભુજ તરફ જઇ રહ્યો છે. આ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે લોડિંગ વાહનમાં ભરેલા વાયર આશરે 1000 મીટર કિં.રૂા. 1.50 લાખ અંગે ઇસમોને પૂછતાં બાંડિયા સીમમાંથી ચોરીની કબૂલાત કરી હતી. ભીલાલ ઉપરાંત સોયબ સુલેમાન સમેજા, અકબર ઓસ્માણ બાયડ અને એઝાઝ સુમરા આગા (રહે. તમામ સુમરાસર શેખ, તા. ભુજ)ને ચોરાઉ વાયર કિં.રૂા. 1.50 લાખ તથા લોડિંગ વાહન કિં.રૂા. 2,00,000ના મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરીનો ભેદ ઉકેલવાની કામગીરીમાં એલ.સી.બી.ના પીઆઇ એ. એમ. મકવાણા, પીએસઆઇ જે. બી. જાદવ, એમ. એચ. શિણોલ, હે.કો. શક્તિસિંહ ગઢવી, પ્રવીન્દ્રસિંહ ચૌધરી, જીવરાજભાઇ ગઢવી તથા કોન્સ. ભરતભાઇ ગઢવી જોડાયા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd