• મંગળવાર, 17 નવેમ્બર, 2026

મુંદરામાં દેશની સૌથી લાંબી વિન્ડ ટર્બાઇન બ્લેડનું ઉત્પાદન

અદાણી ન્યૂ ઇન્ડ. લિ. દ્વારા 91.2 મીટરની બ્લેડનું ઉત્પાદન શરૂ

મુંદરા, તા. 16 : અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની  અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ ગુજરાતના કચ્છના મુંદરામાંની સંકલિત ઉત્પાદન સુવિધામાં જમીન પર સ્થિત 91.2 મીટર લાંબી વિન્ડ ટર્બાઇન બ્લેડના ઉત્પાદનનો આરંભ કર્યો છે. કંપનીએ વ્યાપારી ધોરણે ઉત્પાદનની મોકળાશ આપતા તેના MWL185-5.0 MW વિન્ડ ટર્બાઇન પ્લેટફોર્મ માટે પ્રમાણપત્ર પણ પ્રાપ્ત કર્યું છે. ભારતમાં ઉત્પાદિત અત્યાર સુધીની 91.2 મીટર લંબાઈ ધરાવતી આ સૌથી લાંબી વિન્ડ ટર્બાઇન બ્લેડ છે. MWL185-5.0 MW પ્લેટફોર્મ માટે વિકસાવવામાં આવેલી ભારતમાં સૌથી મોટો રોટર વ્યાસ 185 મીટર અને હબની ઊંચાઈ 140 મીટર ધરાવતી આ બ્લેડનો ઉપયોગ ટર્બાઇનમાં થશે. સાડા ત્રણથી વધુ પ્રમાણભૂત ફૂટબોલ મેદાનોના ક્ષેત્રફળ સમકક્ષ આ રોટર લગભગ 26,600 ચોરસ મીટર જેટલો વિસ્તાર આવરી લે છે. આ MWL185-5.0 MW પ્લેટફોર્મ પવનની વિવિધ ગતિનો અસરકારક ઉપયોગ કરતું હોવાથી વીજળીનું ઉત્પાદન વધુ સ્થિર રહેવા સાથે  ઉપલબ્ધ પવન સ્ત્રોતોનો શ્રેષ્ઠ ઉપયોગ ઉપરાંત એકંદરે `કેપેસિટી યુટિલાઇઝેશન ફેક્ટર' માં સુધારો થાય છે. મુંદરામાં હાલ 78.6 મીટર અને 80.5 મીટરના માપની બ્લેડનું ઉત્પાદન કરવામાં આવે છે આ નવી બ્લેડ ઉત્પાદન થતી તેની શ્રેણીમાં વધારો કરે છે. 91.2 મીટર સુધીની ક્ષમતા હાંસલ કરવી એ બ્લેડની ડિઝાઈન, મટિરિયલ એન્જિનીયારિંગ, ઉત્પાદનની ચોકસાઈ અને તેને સંભાળવાની ક્ષમતામાં થયેલી નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. અદાણી વિન્ડના મુખ્ય કારોબારી અધિકારી માલિંદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, અલગ-અલગ સ્થળોએ પવનની ગતિ ઓછી હોય છતાં મોટી બ્લેડ વધુ ક્ષમતા ધરાવતા ટર્બાઇનના દરેક મશીનને વધુ ઊર્જા મેળવવામાં સક્ષમ બનાવતા હોવાથી પવન ઊર્જાના ઉત્પાદન માટે ઉપલબ્ધ ભૌગોલિક વિસ્તારનો વ્યાપ વધારવામાં મદદ મળે છે. જર્મનીની સ્વતંત્ર પવન ટર્બાઇન પરીક્ષણ અને પ્રમાણપત્ર સંસ્થાએ ગુજરાતના મુંદરામાં સ્થાપન સ્થળે પરીક્ષણ કર્યા બાદ અદાણી વિન્ડના "MWL185-5.0 MW' પ્લેટફોર્મને માન્યતા આપી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd