નવી દિલ્હી, તા. 16 : ભારતીય
વાયુસેનાના પ્રમુખ, એર ચીફ માર્શલ આશુતોષ દીક્ષિતે
વિદેશી ગુપ્તચર એજન્સીઓ દ્વારા અપનાવવામાં આવતી જાસૂસીની નવી રીતોને લઈને મોટો ખુલાસો
કરવામાં આવ્યો છે. એર ચીફ માર્શલે કહ્યું હતું કે, વિદેશી જાસૂસી
સમૂહો હવે પારંપરિક હની ટ્રેપથી આગળ વધીને સાઈબર જાસૂસી, મલ્ટી
લેવલ માર્કેટિંગ અને અવૈધ રૂપથી લોન આપતા માધ્યમોનો સહારો લઈ રહ્યા છે. જેનો સામનો
કરવા માટે ભારતીય સેના અને રિસર્ચ નેટવર્કે આકરા ટેક્નીકલ અને સંસ્થાગત સુરક્ષા ઉપાય
લાગુ કર્યા છે. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત
કરતા એર ચીફ માર્શલે દીક્ષિતે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા
મારફતે પ્રેમની જાળમાં ફસાવવા એક પડકારનો નાનકડો હિસ્સો છે. આ જુથના નિશાને મુખ્ય રૂપથી
સરકારી ટ્રેપમાં મલ્ટી લેવલ માર્કેટિંગ અને અવૈધ રૂપથી લોન આપવાની પ્રવૃત્તિ પણ સામેલ
છે. જે ખૂબ જ સક્રિય છે. આવી પ્રવૃત્તિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે અને તેને નિયંત્રિત
કરવા માટે વ્યવસ્થિત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વાયસેના પ્રમુખ અનુસાર ભારતીય સેનાના
મુખ્ય સંચાર નેટવર્ક એરગેપ્ડ છે. જે સાર્વજનિક ઈન્ટરનેટથી પુરી રીતે અલગ છે. બહારી
દુશ્મન સીધો સાઈબર હુમલો કરી શકે નહી. આ કારણે જ એવા લોકોને નિશાન બનાવવામાં આવે છે
જે પ્રણાલીઓને સંચાલિત કરે છે.