• મંગળવાર, 17 નવેમ્બર, 2026

નારાણપરના પોક્સોના કેસમાં આરોપી નિર્દોષ

ભુજ, તા. 16 : નારાણપરના પોકસો કેસમાં આરોપી દિનેશ મૂળજીભાઈ અજાણીને અદાલતે નિર્દોષ છોડી મૂકવાનો ચુકાદો આપ્યો છે. આ કેસની વિગતો મુજબ તા. 17/3/25ના માનકૂવા પોલીસ મથકે આરોપી દિનેશ વિરુદ્ધ ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે પાંચેક વર્ષ પહેલાં તે તેની દુકાને વસ્તુ લેવા ગઈ હતી, ત્યારે દુકાનની અંદર બોલાવી દરવાજો બંધ કરી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો જેના બિભત્સ ફોટા પોતાના મોબાઈલમાં પાડી આ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને બાદ શરીર સંબંધ બાંધ્યા હતા. આ ફોટો ફરિયાદીના પતિ સાથે સાહેદોને વોટ્સએપ કરી બિભત્સ માગણી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ભુજની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષકારોની દલીલો સાંભળી કોર્ટે આરોપીને દોષમુક્ત કર્યો હતો. આરોપી વતી સિનિયર વકીલ એમ.એ. ખોજા, એસ.જી. માંજોઠી, કે.આઈ. સમા, વી.કે. સાંધ, ડી.સી. ઠક્કર, ગૌતમ મહેશ્વરી, અભિજિત બુદ્ધભટ્ટી, હેતલ મહેશ્વરી હાજર રહ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd