કચ્છની 463 ગ્રામ પંચાયતનું રોટેશન જાહેર
થતાં ત્રી અનામતવાળી બેઠકો પર `પતિઓ' સોશિયલ મીડિયામાં
આવ્યા પ્રતિનિધિ પ્રથા માત્ર કચ્છમાં જ ચાલતી હોવાથી બુદ્ધિજીવીઓ કહે છે કે,
બહેનોને સ્વતંત્ર કામ કરવા દ્યો
ગિરીશ જોશી દ્વારા
ભુજ, તા. 16 : કચ્છની
463 ગ્રામ
પંચાયતના સરપંચોની મુદત ડિસેમ્બર-જાન્યુઆરીમાં પૂર્ણ થતી હોવાથી તાજેતરમાં નવું રોટેશન
જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પંચાયતીરાજમાં 50 ટકા બેઠકો મહિલાઓ માટે
અનામત હોવાથી અડધી પંચાયતોમાં ગામના સુકાની એક ત્રી રહેવાની છે, પરંતુ રોટેશન જાહેર થતાં જ સોશિયલ મીડિયા હોય કે ગામડાંમાં ભલે મહિલા બેઠક
હોય, પરંતુ તેના પતિના ફોટા સાથે ઉમેદવાર બનવા અનેક મુરતિયા બહાર
નીકળી પડયા છે ત્યારે બહેનોને મળેલો અધિકાર
સાચા અર્થમાં સાર્થક થાય તેવો ચર્ચાનો દોર શરૂ થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ
થઇ ગઇ ને જ્યાં-જ્યાં મહિલાઓ મેદાનમાં હતી ત્યાં વિજેતા થઇ છે ત્યારે નવાઇની વાત એ
છે કે, કચ્છમાં એક શબ્દ ખૂબ જ પ્રચલિત થયો છે અને એ છે `પ્રતિનિધિ.' તાલુકા-જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિદેવને `મહિલા
પ્રતિનિધિ' બનાવીને મંચ પર સ્થાન અપાય છે અને ગામડાંઓમાં
તો ગ્રામ પંચાયતના સરપંચની ખુરશી પર બેસીને આ પ્રતિનિધિઓ ધોરીધરાર જાહેરમાં પત્નીની
સહીઓ કરતા હોય છે. કયાંક દાખલા પણ પતિઓની સહીઓથી
આપવામાં આવતા હોવાનું નજરે જોનારાઓએ કહ્યું હતું. ગત ગુરુવારે કચ્છની 463 ગ્રામ
પંચાયતોના સરપંચ પદના રોટેશન જાહેર થતાં જ જ્યાં-જ્યાં મહિલા અનામત છે ત્યાં |અમુકના
અરમાન પર પાણી ફર્યું હતું ને હવે મહિલા અનામત હોવા છતાં મને સરપંચ પદે ચૂંટણી લડવી
છે તેવા સોશિયલ મીડિયા પર ફોટો સાથેની અપીલ વાયરલ થતાં જોણું થયું હતું.
જુદા-જુદા વોટ્સએપ ગ્રુપમાં મહિલા અનામતના સ્થાને
પુરુષોનાં નામ સાથે અપીલ વાયરલ થતાં અમુક લોકો તો ટીખળ પણ કરતા જોવા મળ્યા હતા કે અહીં
તો મહિલા બેઠક જાહેર થઇ છે ? `સરપંચ પ્રતિનિધિ' બનવા આતુર બનેલા કેટલાક ચૂંટણી ટાણે જ માત્ર બહાર નીકળતા લોકો સામે પણ જાણકારોએ
સવાલ કર્યા હતા કે, જ્યારે-જ્યારે ગામના જાહેર કાર્યક્રમો કે
ગામના પ્રશ્નો હોય છે ત્યારે કયાં જાવ છો
?
એક બાજુ 50 ટકા પ્રમાણે 463માંથી
અડધેઅડધી સરપંચ પદની બેઠકો સામાન્ય મહિલા, ઓબીસી મહિલા
કે અનુ.જાતિ-જનજાતિ મહિલા રાખવામાં આવી છે.
બાકીની 50 ટકા
પુરુષો માટે જાહેર કરવામાં આવી છે તેમાંય સામાન્ય અને અન્ય કેટેગરી રાખવામાં આવી છે.
હજુ તો માત્ર રોટેશન જાહેર થયું છે, ચૂંટણી જાહેર
થઇ નથી છતાં સોશિયલ મીડિયા પર ઉમેદવારીની અપીલ કરનારાઓઁની તસવીરો જોઇ જાણકારોએ કહ્યું
કે, `પ્રતિનિધિ
પ્રથા'
માત્ર કચ્છમાં જ છે. જો મહિલાઓને જાહેર જીવનમાં આગળ લાવી પુરુષ સમોવડી
બનાવી વહીવટમાં બહેનો સંપૂર્ણ રીતે ભાગ લે તેવો હેતુ માર્યો જાય છે. જો મહિલાનું માત્ર
નામ હોય ને પાછળ તેના પ્રતિનિધિ બની વહીવટમાં દખલગીરી કરનારા પુરુષ પતિઓ પર તંત્ર લગામ લગાવે અને એ જ મહિલા આગળ આવે જે પોતે
વહીવટ ચલાવી શકે અને ગ્રામજનો પણ એવી જ ત્રીની પસંદગી કરે જે સ્વતંત્ર રીતે સુકાન સંભાળી
શકે તેવી માગણી ઊઠી હતી.
બીજી બાજુ કયાંક રોટેશનમાં પણ વિરોધ-વાંધા ઊઠયા
છે. ખુદ ચૂંટણી તંત્રને પણ ખબર છે કે નાના-નાના ગામોમાં જાગૃતિનો અભાવ છે ત્યાં જરૂરિયાત
મુજબ રોટેશન આપવામાં નથી આવ્યા. ગ્રામ પંચાયતના વોર્ડમાં પણ 50 ટકા
મહિલાઓ માટે અનામત છે તેવા મોટા ગામોમાં યોગ્ય
સંચાલન થાય તે જાતનું રોટેશન નહીં મળતાં અસંતોષ જોવા મળ્યો છે અને કયાંક વાંધા પણ આવવાના
શરૂ થયા છે.
કયા તાલુકામાં મહિલા સરપંચ બનશે
ભુજ, તા. 16 : કચ્છમાં
463 ગ્રામ
પંચાયતોનું રોટેશન જાહેર થતાં 50 ટકા મહિલાઓ માટે અનામત રાખવાની હોવાથી 183 સામાન્ય
ત્રી,
44 અનુજાતિ, 76 ઓ.બી.સી.
માટે મુકરર કરવામાં આવી છે. કયા તાલુકામાં
કેટલી મહિલાઓ છે તે આ મુજબ છે.
સામાન્ય ત્રી અનુસૂચિત
જાતિ સા.
શૈ.પ.
ભુજ 33 07 16
લખપત 10 02
05
ભચાઉ 18 3+1=4 7+1=8
અંજાર 17 03 08
રાપર 25 05 11
મુંદરા 13 04 06
માંડવી 21 07 10
અબડાસા 26
05 12
નખત્રાણા 20 07 11
કુલ્લ 183 44 87
અનુસૂચિત જૂથ સા.શૈ.પ=1
આદિ
જાતિ=1