વિશ્વમાં અસમાનતાના અલગ અલગ પડકારો સામે આવતા રહે છે. જાતિ, ધર્મ કે વર્ગની
અસમાનતામાં હવે યુવાનો અને બુઝર્ગો વચ્ચેનાં પરીમાણનો ઉમેરો થઈ રહ્યાની સાબિતી યુરોપમાં
બની રહેલા બનાવોમાંથી મળી રહી છે. તાજેતરમાં યુરોપના દેશો અને તેમાં પણ મોટાભાગે ફ્રાંસમાં
નારાજ યુવાનો જે રીતે માર્ગો પર ઉતરીને હિંસાચાર કરી રહ્યા છે, તેના મૂળમાં તો ફંડના અભાવે શાળાઓની બદતર હાલત અને શિક્ષકોની અછત હોવાનાં કારણ
રહ્યાં છે, હવે વિરોધમાં મોંધવારી અને વધતા જતા રોજબરોજના ખર્ચની
સામેનો ગુસ્સો ઘોળાઈ રહ્યો છે.
યુરોપના દેશો તેમને ત્યાં બુઝુર્ગો માટેની કલ્યાણ
યોજનાઓને વધુ ભંડોળ આપી રહ્યા છે. આમાં યુવાનોને
તેમનાં શિક્ષણ અને કલ્યાણ સહિતના કાર્યક્રમોમાં પુરતાં નાણાં ઉપલબ્ધ ન હોવાની ફરિયાદ
હવે વિરોધમાં પરિવર્તીત થવા લાગી છે. ફ્રાંસમાં શિક્ષણ માળખાંની હાલત અંગે શરૂ થયેલી
યુવાનોની નારાજગી મૂળમાં સરકાર દ્વારા અપૂરતા નાણાં ફાળવાતા હોવાનું સામે આવી ચુક્યું
છે. આવી નારાજગી હવે સ્પેન અને યુરોપના અન્ય દેશોમાં ઊભા થઈ રહ્યાના અહેવાલ છે. ખાસ
તો આ દેશોમાં જન્મ દર ઘટી રહ્યો છે અને સરેરાશ ઉમર વધી રહી છે. પરિણામે યુવાનોની સરખામણીએ
બુઝર્ગોની સંખ્યા સતત વધી રહી છે.
યુરોપના દેશો વધતી જતી બુઝુર્ગોની વસ્તીની સરખામણીને
મસમોટા પેન્શન ચુકવે છે. આ બોજો તેમનાં બજેટ
પર સતત વધી રહ્યો છે. સરકારો ઈચ્છે, તો પણ પેન્શનમાં
કાપ મૂકી શકે તેમ નથી એટલે અન્ય ખર્ચમાં નાણાકીય ફાળવણી ઓછી થાય છે. ફ્રાંસમાં શિક્ષણની
પાછળ ખર્ચ વધારવા માટે પૈસા નથી એટલે તેના યુવાનો માટેનાં માળખાંને સુધરાવનો કોઈ માર્ગ
જણાતો નથી. એક આંકડા મુજબ ફ્રાંસની સરકાર તેના જીડીપીનો પ.1 ટકા
હિસ્સો શિક્ષણ માટે ફાળવે છે, પણ તેનો મોટે હિસ્સો નિવૃત્ત
શિક્ષકોનાં પેન્શન ચૂકવવામાં જતો રહે છ અને શિક્ષણ માળખાંને સુધરવા બહુ ઓછું ફંડ બચે
છે. આ ખર્ચને ઘટાડા માટે 2023માં સરકારે નિવૃત્તીની વય 62 વર્ષથી
વધારીને 64 વર્ષ
કરવાનો નિર્ણય લીધો હતો, પણ વિરોધને કારણે તેનો અમલ રોકવો
પડયો હતો.
ફ્રાંસ માટે આર્થિક મોરચે પડકાર દિવસ મુશ્કેલ બની
રહ્યો છે. સરકારી દેણાને લીધે રોકાણકારોને ચિંતા છે. વ્યાજના દર છેલ્લા 2પ
વર્ષની ટોચે આંબી ગયા છે. આમ છતાં આવતા વર્ષના બેજટમાં કોઈ મોટો ફેરફાર આવે એવી શક્યતા
બહુ ઓછી જણાય છે. સરકાર નાના નાના પગલાં લઈને
સ્થિતિને સંભાળવા મથી રહી છે. આ ઉપરાંત ગેરકાયદે વસાહતીઓને સરળતાથી પ્રવેશ કરવા દેવાની
ફ્રાંસ અને અન્ય યુરોપીયન દેશોની નીતિના જોખમો હવે સામે આવવા લાગી રહ્યા છે. હજારોની
સંખ્યામાં શરણ અપાયેલા આ ગેરકાયદે વસાહતીઓની પાછળ પણ મસમોટોખર્ચ થાય છે. આ ખર્ચ પછી
પણ વિરોધ તોફોનમાં સામેલ થઈને આ તત્ત્વોએ લૂંટફાટ મચાવી હોવાની ચોંકાવનારી હકીકતો સામે
આવી રહી છે. આમ ફ્રાંસ હાલે ભારે કપરા પડકારોનો સામનો કરી રહ્યંy છે.
યુરોપના અન્ય દેશો માટે આ અગમના અંઁધાણ છે.