• મંગળવાર, 17 નવેમ્બર, 2026

બ્રિગેડિયર પદ ભૂતકાળ, કર્નલ સીધા મેજર જનરલ

નવી દિલ્હી, તા. 16 : ભારતીય સેના પોતાના રેન્ક માળખાંમાં મોટો ફેરફાર કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. રક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેના બ્રિગેડિયરનું પદ સમાપ્ત કરવા અને કર્નલથી સીધા મેજર જનરલ પદ પર પ્રમોશન આપવાની વ્યવસ્થા લાવવા માટે પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. આ પગલું અધિકારીઓના કરિયર પ્રોગ્રેસને વધુ સારું બનાવવા, સિવિલ સેવામાં સામેલ અધિકારીઓ સાથેના વેતન અને પદના અંતરને ઘટાડવા તેમજ રેન્ક માળખાંને સરળ બનાવવા માટે ઉઠાવવામાં આવી રહ્યું છે. સેનાનું હાલનું રેન્ક માળખું પિરામિડના આકારનું છે. લેફ્ટનન્ટ કર્નલ અને તેનાથી નીચેના પદો પર અધિકારીઓની સંખ્યા ખૂબ જ વધારે છે, જ્યારે ઉપરના પદો મર્યાદિત છે. આના કારણે પ્રમોશનમાં વિલંબ થાય છે. સેનાના અધિકારીઓને મેજર જનરલના વેતન સ્તર સુધી પહોંચવામાં સરેરાશ 32-33 વર્ષ લાગે છે, જ્યારે ઈંઅજ, ઈંઙજ અને વન સેવાના અધિકારીઓ સમાન સ્તરે 16-18 વર્ષમાં જ પહોંચી જાય છે. આ અસમાનતાને દૂર કરવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. વર્ષ 2018માં તત્કાલીન સેના પ્રમુખ જનરલ બિપિન રાવતના સમયમાં પણ કેડર અભ્યાસમાં બ્રિગેડિયર પદ ખતમ કરવાની સંભાવના પર ચર્ચા થઈ હતી, પરંતુ ત્યારે તેને લાગુ કરવામાં નહોતું આવ્યું. હવે સેના આ પ્રસ્તાવને ઔપચારિક રીતે રક્ષા મંત્રાલયના માધ્યમથી આઠમા કેન્દ્રીય વેતન પંચને મોકલવાની તૈયારી કરી રહી છે. આ ભલામણોને આ જ મહિને અથવા આગામી મહિને અંતિમ રૂપ આપીને મોકલી શકાય છે. પ્રસ્તાવ પ્રમાણે હવે મેજર જનરલ જ બ્રિગેડની કમાન્ડ સંભાળશે, જે જવાબદારી હાલમાં બ્રિગેડિયર સંભાળે છે. સાથે જ તેઓ ડિવિઝન સ્તરની જવાબદારીઓ પણ નિભાવતા રહેશે. નિયમિત અધિકારીઓ માટે મેજર જનરલ લઘુતમ રિટાયર્ડમેન્ટ રેન્ક બની શકે છે, જેનાથી કરિયરમાં સ્થિરતા વધશે. આ ફેરફાર ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના પર પણ અસર કરશે, જ્યાં કોમોડોર અને એર કોમોડોર એ બ્રિગેડિયરના સમકક્ષ પદો છે. સેના હાલમાં પોતાના ઓપરેશનલ સંગઠનમાં પણ મોટા ફેરફારો કરી રહી છે. તેણે અગાઉ પાંચ ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ (ઈંઇઋ) અને એક ફાયર સપોર્ટ ગ્રુપ સક્રિય કરી દીધા છે. દરેક ઈંઇઋમાં લગભગ 5,000 જવાનો હોય છે, જે બ્રિગેડ કરતાં મોટા અને ડિવિઝન કરતાં નાના હોય છે. આનું કમાન્ડ મેજર જનરલ પાસે જ હોય છે. આવી સ્થિતિમાં રેન્ક માળખાંમાં ફેરફાર કમાન્ડ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી શકે છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd