નવી દિલ્હી, તા. 16 : અંડર-19 એશિયા
કપના ફાઇનલમાં પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરીને ભારતને ચેમ્પિયન બનાવનાર રાજકોટના
ઓલરાઉન્ડર મોહિત ઉલ્વાને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શનનું મોટું ઈનામ મળ્યું છે. ખિતાબી મુકાબલામાં
પોતાની નિર્ણાયક બાટિંગથી સમાચારોમાં આવેલા મોહિતનો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026-27 માટે
સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.