• મંગળવાર, 17 નવેમ્બર, 2026

કચ્છના બાંધણી કારીગરોનું જર્મન અને ફ્રાન્સનાં ટીવીમાં પ્રસારણ કરાયું

એઆરટીઈ ચેનલે વિશેષ કાર્યક્રમ આપ્યો

વિરાણી મોટી (તા. નખત્રાણા), તા. 16 : કચ્છી યુવા કારીગરો પરંપરાગત બાંધણી કળાને અવનવા રંગરૂપ સાથે કુદરતી રંગોથી સજાવી દેશ -વિદેશમાં ખ્યાતિ અપાઈ રહ્યા છે. આવી જ રીતે એક પ્રસિદ્ધિ એઆરટીઈ ટીવી ચેનલે કચ્છમાં બંધાતી બાંધણીની ડોક્યુમેન્ટરીને ફ્રાન્સ અને યુરોપમાં પ્રસારિત કરી અપાવી હતી. ફ્રાન્સ અને જર્મનીના સહયોગથી વર્ષ 1991માં સ્થાપિત જાહેર સાંસ્કૃતિક ટેલિવિઝન નેટવર્ક એઆરટીઈએ 23 સપ્ટેમ્બર 2026ના વિશેષ કાર્યક્રમ પ્રસારિત કરી યુરોપના દર્શકોને કચ્છની બાંધણી કળાની સાંસ્કૃતિક અને વારસાગત રસપ્રદ કહાની બતાવી હતી. તેના લોકપ્રિય કાર્યક્રમ ઈન્વાઈટેશન એયુ વોયેઝમાં વિશ્વભરના વિવિધ સ્થળની કળાઓને પ્રદર્શિત કરે છે. આ કાર્યક્રમમાં મુફાસ્સલ - અ ટ્રેડિશનલ ઓફ કચ્છના કચ્છી બાંધણી કારીગર અબ્દુલ વહાબ હૈદરઅલી ખત્રીને રજૂ કરવામાં આવ્યા છે. આ ડોક્યુમેન્ટરીમાં પરંપરાગત બાંધણીની બારીક કારીગરી, તેની જટિલ પ્રક્રિયાઓ, કલાકોની મહેનત અને આ વિશિષ્ટ કળા પાછળ રહેલી કારીગરોની કુશળતાની ઝલક જોવા મળે છે. ફ્રાન્સ અને જર્મનીના ટેલિવિઝન પર આ પ્રસારણ થવું એ કચ્છની જીવંત હસ્તકલા પરંપરા અને તેને પેઢી દર પેઢી સાચવી રાખતા કારીગરો માટે ગૌરવની વાત છે. ઉલ્લેખનીય છે કે ભુજના આ યુવા કચ્છી બાંધણીના કારીગર અબ્દુલ ખત્રીને કમલા યંગ આર્ટિજન, આઈઆઈસીડી ક્રાફ્ટ ડિઝાઈનર, બેસ્ટ કારીગર ઓફ ઈન્ટિરપ્રિન્યોર બાય કારીગર ક્લિનિક અમદાવાદ જેવા એવોર્ડ પણ મળી ચૂક્યા છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd