બુલેટનો રાઉન્ડ મારવા ન આપવા મુદ્દે મનદુ:ખ રાખી
કૃત્ય કરાયું
ગાંધીધામ, તા. 16 : અંજારના
વીર ભગતસિંહ નગર ખાતે બુલેટ બાઈક આપવાની ના પાડવા જેવી સામાન્ય બાબતમાં એક શખ્સે ઘરમાં
ઘૂસી મારામારી કરી રૂા. 30 હજારનાં બાઈકની લૂંટ ચલાવાનો બનાવ સામે આવ્યો છે.
બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદ મુજબ વીર ભગતસિંહ
નગરમાં રહેનાર ફરિયાદી મણિબેન ઉર્ફે મમતાબેન જગદીશ પ્રજાપતિના મોટા પુત્ર મીત પાસે
થોડા દિવાસ પહેલાં ચિત્રકૂટમાં રહેનાર આરોપી કીર્તિસિંહ હરદેવસિંહ જાડેજાએ રાઉન્ડ મારવા
બુલેટ બાઈક માગ્યું હતું જેની મીતએ ના પાડી દેતાં આરોપી ઉશ્કેરાઈ જઈ બોલાચાલી કરી હતી.
બાદમાં ગઈકાલે રાત્રે ફરિયાદીએ તેમના પતિ ઘરે હતા ત્યારે આરોપી ત્યાં આવી રાડારાડ કરતાં
દંપતી બહાર આવ્યું હતું અનેમીમત કયાં છે તેવો ડખો કર્યો હતો. બાદમાં ફરિયાદીના પતિ
સાથે ઝપાઝપી કરી મીત આવતાં તેને પણ થપ્પડ મારી હતી અને ફરિયાદીના પતિના હાથમાં રહેલ
બાઈક નંબર જી.જે-12-સીસી- 4666ની ચાવી ઝૂંટવી બાઈક ચાલુ કરી
તેની લૂંટ કરીને નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.