• મંગળવાર, 17 નવેમ્બર, 2026

ભારત સહિત 10 દેશ ચીન સામે મેદાને

નવી દિલ્હી, તા. 16 : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સપ્લાઈ ચેનને ટેકો આપતી ટેક્નિક અને મહત્વના પાયાના માળખાને સુરક્ષા પ્રદાન કરવાના પ્રયાસમાં ભારત અમેરિકાના નેતૃત્વના નવ દેશો સાથે સામેલ થયું છે. અમેરિકી વિદેશ  વિભાગ અનુસાર 10 દેશોએ સાન ફ્રાન્સિસ્કો ઘોષણાપત્ર ઉપર હસ્તાક્ષર કર્યા છે. જેનો હેતુ સુરક્ષા ઉપાયોમાં તાલમેલ બેસાડવી અને મહત્વપૂર્ણ ટેક્નિકને લઈને વોશિંગ્ટન અને બીજિંગ વચ્ચે વધતી પ્રતિસ્પર્ધામાં પરસ્પરના સહયોગને વધારે ગાઢ કરવાનો છે. આ સમજૂતીમાં હસ્તાક્ષર કરનારા દેશોમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત, ઈઝરાયલ, જાપાન, દક્ષિણ કોરિયા, કતર, સિંગાપુર, સંયુક્ત અરબ અમિરાત અને યૂનાઈટેડ કિંગ્ડમ સામેલ છે. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે આર્થિક સુરક્ષા આધારનું કામ કરે છે. જેમાં સંવેદનશીલ ટેક્નોલોજી અને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સંયુક્ત સુરક્ષા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આ દેશ એઆઈ નીતિ, તેને અપનાવવાની કામગીરી, સપ્લાઈ ચેન, સુરક્ષા કેન્દ્રો વગેરેમાં તાલમેલ બેસાડવા વર્કિંગ ગ્રુપ બનાવશે. આ પહેલનો હેતુ આ ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવાનો છે. જે એઆઈના વિકાસ અને તેને લાગુ કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાન ફ્રાન્સિસ્કો સમજૂતી વોશિંગ્ટનની પેક્સ સિલિકા પહેલને આગળ વધારે છે. જે ગયા વર્ષે એઆઈ મોડેલ, સેમી કંડક્ટર અને મહત્વપૂર્ણ ખનીજની સપ્લાઈ ચેનને સુરક્ષિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd