• મંગળવાર, 17 નવેમ્બર, 2026

જથ્થાબંધ મોંઘવારી ત્રીજા મહિને વધી

નવી દિલ્હી, તા. 16 : સામાન્ય માણસ માટે મોંઘવારી માથાંનો દુ:ખાવો બનતી રહી છે. આ દુ:ખાવામાં ફરી  વધારો   થયો છે. ઇંધણ-વીજળીના ભાવવધારાની સીધી અસર હેઠળ છૂટક બાદ જથ્થાબંધ મોંધવારી પણ સતત ત્રીજા મહિને વધીને 12.29 ટકા થઇ ગઇ છે. સપ્ટેમ્બર મહિનામાં 11.39 ટકા રહ્યા બાદ ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારીના દરમાં 0.90 ટકાનો વધારો  આવ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે જારી કરેલા આંકડા અનુસાર ઓક્ટોબરમાં બધી વસ્તુનો જથ્થાબંધ, મૂલ્ય સૂચકાંક 113.3 રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં 112.5 હતો. ઇંધણ અને વીજળીની શ્રેણીમાં મોંઘવારી ગતિભેર ઉછાળા સાથે વધીને 32.84 ટકા થઇ ગઇ જે સપ્ટેમ્બરમાં 25.85 ટકા હતી.રોજબરોજની જીવન જરૂરી વસ્તુઓની જથ્થાબંધ મોંઘવારી 8.67 ટકામાંથી વધીને 9.24 ટકા થઇ ગઇ છે. કાચાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસની કિંમતમાં એક વર્ષ પહેલાંની તુલનાએ 70.80 ટકા વધારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનામાં છૂટક મોંઘવારી દર છ ટકાને પાર પહોંચી જઇને બે વર્ષની ટોચે પહોંચ્યો હતો. છૂટક મોંઘવારી દર ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ની બેથી છ ટકાથી ટોચની સીમાને પાર કરી ગયો હતો. હવે જથ્થાબંધ મોંઘવારી પણ 12 ટકાને પાર જતાં સામાન્ય માણસની મુશ્કેલી વધશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd