• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

દુર્ગાપુર પાસે ગેરકાયદે સંગ્રહિત ખનિજનો જથ્થો જપ્ત

ભુજ, તા. 7 : માંડવીના દુર્ગાપુર (જીઆઇડીસી) પાછળ સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરાયેલો બેન્ટોનાઇટ (ખનિજ)નો જથ્થો છ ટ્રક એલસીબીએ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. એલસીબીની ટીમ માંડવી તાલુકામાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, દુર્ગાપુર (જીઆઇડીસી) પાછળ સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બેન્ટો નાઇટ (ખનિજ) જથ્થો બહારથી ગાડી મારફત મંગાવી અધિકૃત રીતે સંગ્રહ થઇ રહ્યો છે. આ બાતમીના આધારે ઘટના સ્થળે જઇ એલસીબીએ તપાસ કરતા ત્યાં અંકિત કિશોરભાઇ કષ્ટા (રહે. માંડવીવાળો) શખ્સ મળી આવતા પૂછતાછ કરતા તેણે જણાવ્યું કે, હું પીયૂષભાઇ પ્રમોદભાઇ ભાનુશાળી (રહે. માંડવી)ની આધ્યશક્તિ માઇન કેમ્પના પ્રતિનિધિ તરીકે કામ કરું છું. તેઓ આ બેન્ટોનાઇટનો જથ્થો મંગાવ્યો છે અને આ ગાડીઓ-ડમ્પરો આ જગ્યાએ ખાલી કરાવવા આવ્યો હતો. આ વાહનો દેનમા લખપતથી આધ્યશક્તિ માઇન કેમ્પ દુર્ગાપુર રોયલટી મુજબ બેન્ટોનાઇટ ખનિજ નિયત જગ્યાએ ખાલી કરવાના હોય છે તે જગ્યાએ આ ખનિજનો જથ્થો ખાલી ન કરી અન્ય જગ્યાએ દુર્ગાપુર સર્વે નં. 166 પૈકીના સરકારી પ્લોટમાં આ જથ્થો પ્રોસેસ કરવા માટે રાખ્યો હતો. આ ગેરકાયદે રીતે સંગ્રહિત કરાયેલો જથ્થો સીજ કરી ઘટના સ્થળે ખાણ ખનિજ વિભાગ ભુજની ફલાઇંગ સ્કવોડ ટીમને બોલાવી જથ્થો માંડવી પોલીસ મથકે રખાવી કાર્યવાહી કરાઇ છે. દરોડા દરમ્યાન ખનિજ વાહનો નં. જી.જે. 12 સીટી 9456 ચાલક કાનજી ઉમર કોલી (રહે. સામત્રા), નં. જી.જે. 12 બી.ઝેડ. 5615 ચાલક અભુભખર ઇશાક ભભરા (રહે. ગેલડા, તા. મુંદરા), જી.જે. 12 બી.એકસ. 9465 ચાલક રિઝવાન દાઉદ ખલીફા (રહે. કોજાચોરા, તા. માંડવી), જી.જે. 12 બી.વાય. 8282 ચાલક અકીલ હુશેન રાયમા (રહે. સુખપર તા. ભુજ), જી.જે. 12 બી.વાય. 5611 ચાલક મામદ હનીફ નોડે (રહે. લુડવા, તા. માંડવી), જી.જે. 12 સીડી 9682 ચાલક મુસ્તાક કાસમ જુણેજા (રહે. વાંઢ, તા. માંડવી) પર જપ્તીની કાર્યવાહી કરાઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે આ કામગીરીમાં એલસીબીના પી.આઇ. એ.એમ. મકવાણા, પી.એસ.આઇ. જે.બી. જાદવ, એમ.એચ. શીણોલ, એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, હે.કો. મૂળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇ જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd