• બુધવાર, 07 ઑક્ટોબર, 2026

નાની ચીરઇ હત્યા પ્રકરણે ચારના શરતી જામીન મંજૂર

ગાંધીધામ, તા. 6 : ભચાઉના નાની ચીરઇમાં હત્યાના પ્રકરણમાં ચાર આરોપીઓને શરતોને આધીન જામીન પર મુક્ત કરાયા હતા. નાની ચીરઇમાં થયેલા ઝઘડામાં ગંભીર ઇજાઓના પગલે અકબર અયુબ ત્રાયાનું મોત થયું હતું. જે બનાવ અંગે ભચાઉ પોલીસ મથકે છ લોકો સામે ગુનો દર્જ થયો હતો. પોલીસે આરોપીઓની અટક કરી ચાર્જશીટ રજૂ કરી હતી. ભચાઉની કોર્ટમાં ઇરફાન ઉર્ફે ભૂરો હાજી અલારખા પરીટ, હાજી ઉર્ફે ગઢો અલારખા પરીટ, ઇકબાલ ગુલમામદ પરીટ તથા હશન ગુલમામદ પરીટે જામીન મુક્ત થવા અરજી કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ ન્યાયાધીશએ આ આરોપીઓને શરતોને આધીન જામીન મુક્ત કર્યા હતા. આરોપીઓ વતી ધારાશાત્રી સિદિકભાઇ આઇ. નારેજા, ગુલામશા એસ. શેખ, રમેશ જી. પરમાર, આસિફ એ. રાઉમા, હલીમાબેન એમ. આરબ હાજર રહી દલીલો કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd