• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

રાયધણજરમાં રોયલ્ટી કરતાં વધુ ખનિજનો જથ્થો મળતાં રૂા. 51 લાખનો દંડ

ભુજ, તા. 6 : અબડાસા તાલુકાના રાયધણજર ગામે ખનિજ લીઝવાળા પ્લોટમાં રોયલ્ટી કરતાં વધુ જથ્થાનો સંગ્રહ કરતાં એક શખ્સ વિરુદ્ધ રૂા. 51,08,432ની દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ તેમની ટીમ અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, રાયધણજર ગામમાં લીઝ કરતાં વધુ ખનિજનો સ્ટોક સંગ્રહ કરાયેલો છે. આથી એલસીબીએ આ બાતમીના આધારે ખાણ ખનિજ વિભાગના સ્ટાફને સાથે રાખી સ્થાનિકે જઇ તપાસ કરતાં ત્યાં હાજર અલી અસગર હાલેપોત્રાની હાજરીમાં દસ્તાવેજો તથા ક્લોઝિંગ સ્ટોક તપાસી ત્યાં રોયલ્ટી કરતાં વધુ 9595.10 મેટ્રિક ટન વધુ બેન્ટોનાઇટ ખનિજનો જથ્થો પાસ-પરમિટ વિનાનો સંગ્રહ કરેલો મળતાં તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને કુલ્લે રૂા. 51,08,432નો દંડ કરવામાં આવ્યો હતો. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધીક્ષક વિકાસ સુંડાની ગેરકાયદે થતી ખનિજચોરી અટકાવાની સૂચનાનાં પગલે આ સફળ કામગીરી એલસીબીના પીઆઇ એ.એમ. મકવાણા, પીએસઆઇ જે. બી. જાદવ, એમ.એચ. શિણોલ, હે.કો. શક્તિસિંહ ગઢવી, પ્રવીન્દ્રસિંહ ચૌધરી જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd