• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ગળપાદરમાં જાતિવાચક શબ્દો કહી યુવાન ઉપર હુમલો

ગાંધીધામ, તા. 2પ : અહીંના ગળપાદરમાં એક યુવાનને જાતિવાચક શબ્દો કહી ત્રણ શખ્સે ધોકા વડે માર મારતાં યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. વરસામેડીમાં રહેનાર ફરિયાદી આદિત્ય અશોક બિડલા નામનો યુવાન ગળપાદર ભવાનીનગર આર્મી કેમ્પ સામે રણજિતસિંહની દુકાનમાં કામ કરે છે. ગત તા. 23/8ના તે દુકાનમાં બેસીને ઈંડાના છોતરા ઉતારતો હતો ત્યારે પપ્પુ શંભુ વિરડા ત્યાં આવી યુવાનને જાતિવાચક શબ્દો કહી આવાના હાથનું હું ખાતો નથી તેમ કહી નીકળી ગયો હતો. બાદમાં પોતાની સાથે મયૂર વિનોદ ચૌહાણ, શિવમ મરંડને લઈને આવ્યો હતો. આ ત્રણેયએ યુવાન ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. મારામારીમાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાયો હતો, જ્યાં તેને ખભામાં અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd