• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ભુજનાં હમીરસર તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ભુજ, તા. 2પ : આજે બપોરે ભુજના હમીરસર તળાવમાં ડૂબી જવાથી 40 વર્ષીય યુવાન કેશરૂ કારા નટનું મોત નીપજ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હમીરસર તળાવમાં લેકવ્યૂ પાસે યુવાન ડૂબ્યાનો કોલ ભુજના ફાયર વિભાગને આવતાં તેને તળાવમાંથી બહાર કાઢી જી.કે. જનરલ હોસ્પિટલ લઈ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તપાસ દરમ્યાન આ મૃત કેશરૂ નટ (રહે. નટવાસ, જૂની રાવલવાડી, ભુજ) હોવાનું ખુલ્યું હતું. આ બનાવ અંગે હોસ્પિટલની પોલીસ ચોકીમાં વિગતો જાહેર કરાઈ હતી.

Panchang

dd