અંજાર, તા. 11 : તાજેતરમાં પુર્વ કચ્છ પોલીસ
દ્વારા નાર્કોટીસના ગુનાના આરોપીઓ સામે મિલ્કત
જપ્તી સહીતની કડક કાર્યવાહી કરાઈ હતી ત્યારે આજે અંજારમાંઅ ગુનાહીત ઈતિહાસ ધરાવતા આરોપીઓના
પાંચ મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. પુર્વ કચ્છ પોલીસ અને અંજાર નગરપાલિકાની
આ કાર્યવાહીથી ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો
છે. આ અંગે જાણવા મળતી વિતગો મુજબ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન, છેતરપીંડી, ધાકધમકી,
ચોરી, એન.ડી.પી.એસ, જુગાર
ધારા, પશુ અત્યાચાર, એક ટ સહીતના ગુનાહીત
પ્રવૃતિ ધરાવતા આરોપીઓના શેખ ટીમ્બા વિસ્તારમાં આવેલા મકાનો ઉપર બુલડોઝર ફેરવાયું હતું.
આ કાર્યવાહીમાં અંદાજ એક કરોડની કીમતના ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં.
ધાકધમકી છેતરપીંડીના આરોપી શબીર ઉર્ફે પીછુ સુલતાનશા શેખ(હેમલાઈ ફળીયું), ધાકધમકી, જુગાર ધારાના
આરોપી અબ્બાસ ઈબ્રાહીમ શેખ, પશુ અત્યાચાર
એકટના આરોપી કાસમ ઉર્ફે ભુરો જુસબશા શેખ, અને છેતરપીંડીના આરોપી
અસલમ ઉર્ફે મુંડી હાજીશા શેખના મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં. આ કાર્યવાહીમાં અંજાર
નગરપાલિકા પણ જોડાઈ હતી. ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના
જાગીર ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર એમ. જોશી, એન્જાનિયર પ્રવીણભાઈ કેરાઈ,
ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ દેવેનભાઈ રોશિયા, ચીફ સેની. ઇન્સ્પેક્ટર હિતેન્દ્રાસિંહ ગોહિલ અને મહેશભાઈ ઠાકોર, પાણી પુરવઠા સુપરવાઇઝર જીગ્નેશ ગોસ્વામી, અનિલભાઈ ત્રિપાઠી,
હિતેશભાઈ ગજ્જર, જય ખોડીયાર, વિનોદભાઈ શામળિયા, રજાકભાઈ બાયડ, મામદભાઈ કુંભાર, વાલજીભાઈ મકવાણા, અરાવિંદભાઈ પુરબીયા સહિતના અધિકારીઓ જોડાયા હતાં.