• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ભુજના એક વર્ષ પૂર્વેના ક્રિકેટ સટ્ટાના ગુનામાં નાસતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ર્ફ્લો સ્ક્વોડ

ભુજ, તા. 10 : વર્ષ 2025માં 18 જુલાઈના ભુજના આત્મારામ સર્કલથી અમનનગર જતા રસ્તેથી ઓનાલઈન ક્રિકેટ સટ્ટાના ગુનામાં એલસીબીએ મિરાઝ અરસદ મેમણને ઝડપ્યો હતો, જેમાં 11 આઈ.ડી. મળી હતી. આથી 12 વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આ ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી હિમાંશુ ઉર્ફે પીન્ટુ નરેશચંદ્ર પટવા (રહે. જૂનાવાસ, માધાપર)ને પશ્ચિમ કચ્છની પેરો ર્ફ્લો સ્ક્વોડે ઝડપી પાડયો હતો. આ કામગીરીમાં પીએસઆઈ એમ.એલ. વાઘેલા, એ.એસ.આઈ. હરિલાલ બારોટ, પુંજાભાઈ ચાડ, હે.કો. કનકસિંહ ગોહિલ, બલવંતસિંહ જાડેજા તથા કોન્સ. અશોકસિંહ ઝાલા જોડાયા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd