• શુક્રવાર, 10 જુલાઈ, 2026

નખત્રાણા પોલીસે 80 હજારના શરાબ સાથે ભુજના યુવાનને ઝડપ્યો

ભુજ, તા. 9 : કારમાં શરાબ ભરી ભડલીથી ભુજ તરફ આવતા ભુજના શખ્સને નખત્રાણા પોલીસે ઝડપી` પાડયો હતો. આજે સવારે નખત્રાણા પોલીસને બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની મારુતિની સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડીમાં શરાબનો જથ્થો ભરેલો છે અને હાલે તે ગાડી ભડલીથી ભુજ તરફ જવાની છે. આથી ગાડી નં. જી.જે.-12-ડીએમ-8985ને ઊભી રખાવી ડીકીની તલાશી લેતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કીના 524  ર્ક્વાટરિયા જેની કિં. રૂા. 80,500 તથા કાર કિં. રૂા. ત્રણ લાખ અને એક મોબાઈલ કિં.રૂા. 3000 એમ કુલ્લે રૂા. 3,83,500ના મુદ્દામાલ સાથે જયદીપસિંહ વીરેન્દ્રસિંહ ઉર્ફે વિનુભા જાડેજા (રહે. નવી રાવલવાડી, લાભ-શુભ સોસાયટી, ભુજ)ને ઝડપી લીધો હતો. જ્યારે આ કામના અન્ય આરોપી વિપુલસિંહ સોઢા (રહે. ચંદ્રનગર, તા. નખત્રાણા)ને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

Panchang

dd