• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ભારતીય વાયુદળ ચીનથી શક્તિશાળી

નવી દિલ્હી, તા. 9 : ભારતીય વાયુદળની તાકાતે આખી દુનિયાની આંખો આંજી નાખી છે, ખાસ જાણવા જેવી હકીક્ત એ સામે આવી છે કે, વાયુદળની હવાઇ તાકાત અને મારક ક્ષમતાના મોરચે ભારતે પાડોશી દેશ ચીનને પછડાટ આપી દીધી છે. `વર્લ્ડ ડાયરેકટરી ઓફ મોડર્ન મિલિટરી એરક્રાફટ'ના 2026ના તાજા ગ્લોબલ એર પાવર્સ રેંકિંગ મુજબ ભારતીય વાયુદળ દુનિયાનું છઠ્ઠું સૌથી શક્તિશાળી વાયુદળ છે. આ રેકિંગમાં અમેરિકાનો એકતરફી દબદબો છે. વિશ્વનાં ટોચનાં પાંચમાંથી ચાર વાયુદળ એકલાં અમેરિકાનાં છે. અમેરિકી વાયુદળ 5004 વિમાનો સાથે દુનિયામાં પ્રથમ સ્થાને છે. અમેરિકા અને રશિયા બાદ વાયુદળની શક્તિની દૃષ્ટિએ ભારત ત્રીજાં સ્થાને છે. આ યાદીમાં પાકિસ્તાન ઘણું પાછળ છે. વારંવાર હવાઇ શ્રેષ્ઠતાના પોકળ દાવા કરતું પાક વૈશ્વિક સ્તરે ટોચના 20 તો દૂર, ટોચના 15 દેશોમાં પણ  નથી.  

Panchang

dd