• શુક્રવાર, 10 જુલાઈ, 2026

અંજારના સોરઠીયાનાકા વિસ્તારમાં પાણીની લીકેજથી અનેક મુશ્કેલી

અંજાર, તા. 9 : શહેરના વિવિધ વિસ્તારોમાં પુરતા દબાણ થી પાણી ન મળતુ હોવાની  અનેક ફરીયાદો ઉઠી છે.તેવામાં  પાણીના વાલ્વ લીકેજના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાડ થયુ હોવાની ચિત્ર ઉપસ્યુ હતું. છેલ્લા કેટલાક સમયથી શહેરના  જુદા-જુદા વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં  પાણી ન મળતુ હોવાની ફરીયાદ નાગરીકોમાં ઉઠી છે. તો બીજી બાજુ  આ સ્થિતિને લઈને ટેન્કરની માંગ વધી હતી.હજુ સુધી આ માંગ ઘટી નથી.આ સ્થિતી  શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવે છે. શહેર ના વોર્ડ નં.9 માં યદુવંશી આહીર સમાજના સુરાપુરા દાદા ના સ્થાનક પાસે  પાણી વિતરણ માટે ના વાલ્વમાં કોઈ પ્રકારે લીકેજ થયુ હતું.જેને લઈને  મોટા પ્રમાણમાં અહીં પાણીનો ભરાવો થયો હતો.  લીકેજના કારણે વહી ગયેલા પાણીને લઈને આજુબાજુના રોડને નુકશાન થવાની ભીતી સેવાઈ  હતી. તેમજ આ સ્થિતીમાં ગંદકી અને  કિચડને લઈને રાહદારીઓને હાલાકી વેઠવી પડી હતી. પૂર્વ નગરસેવક  જિતેન્દ્ર ચોટારાએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આ પ્રકારના લીકેજ દૂર કરી  પાણીનો વેડફાટ અટકાવવા માંગ કરી હતી. 

Panchang

dd