• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ચોથી ટી-20માં ઈંગ્લેન્ડ સમક્ષ 159નું લક્ષ્ય

બ્રિસ્ટોલ, તા. 9 : ત્રીજી ટી-20માં કારમી હાર બાદ જેની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે એ ટીમ ઈન્ડિયાએ અહીં ચોથી મેચમાં એકલવીર શ્રેયસ ઐયરના 49 દડામાં 80 રનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 18 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. વૈભવ સૂર્યવંશી ફરી જામ્યો નહોતો અને 1પ રને આર્ચરનો શિકાર બન્યો હતો. એ જ રીતે અભિષેક શર્મા (16) અને ઈશાન કિશન (4) પણ નિષ્ફળ રહ્યા હતા. કપ્તાન શ્રેયસે એક છેડે શાનદાર બેટિંગ કરી હતી. તેણે દુબે સાથે પ3 રન જોડયા હતા. શિવમ 22 રને જેકસના દડામાં બેન્ટોનને કેચ આપી બેઠો હતો. તિલક (11) ફરી નિષ્ફળ રહ્યો હતો. ભારતે વરુણ ચક્રવર્તીના સ્થાને વોશિંગ્ટન સુંદરને તક આપી હતી, પણ તેય પાંચ રને આઉટ થઈ ગયો હતો. શ્રેયસ ચાર ચોગ્યા અને પાંચ છગ્ગા સાથે 80 રને અણનમ રહ્યો હતો. ભારતીય બેટર્સ ભૂલોમાંથી શીખ્યા ન હોય તેવી છાપ ઊપસી હતી. આર્ચરે 20 રનમા બે અને જોશ ટંગે 36 રનમાં બે વિકેટ ઝડપી હતી. 

Panchang

dd