• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપશે, ચીનને ઝટકો

મેલબોર્ન, તા. 9 : ભારતને પરમાણુ સંપન્ન દેશ નથી માનતા તેવા ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે ભારત સાથે બેહદ મહત્ત્વાકાંક્ષી યુરેનિયમ કરાર કર્યા હતા. આ સમજૂતી હેઠળ ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ અને દુર્લભ ખનિજો આપશે. આ કરારથી ચીનને બંને દેશે મોટો ઝટકો આપ્યો છે. યુરેનિયમ સંધિએ ચીનની ચિંતા વધારી નાખી છે. 12 વર્ષમાં ત્રીજીવાર ઓસ્ટ્રેલિયા પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની આલ્બનીઝ વચ્ચે બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં સંરક્ષણ વેપાર, ઊર્જા, અવકાશ અને દુર્લભ ખનિજો સહિત મહત્ત્વનાં ક્ષેત્રોમાં સમજૂતીઓની ઘોષણા કરાઈ હતી. મેલબોર્નમાં ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં પણ સામે થયેલા વડાપ્રધાન મોદીએ આલ્બનીઝનો આભાર માનતા કહ્યું હતું કે, પરમાણુ ઊર્જાના મહત્ત્વપૂર્ણ કરારથી ભારતના સ્વચ્છ ઊર્જા મિશનને મજબૂતી મળશે. ઓસ્ટ્રેલિયા અને ભારત સાઈબર ક્રિટિકલ ટેક્નોલોજી અને સપ્લાય ચેન ભાગીદારી શરૂ કરવા સહમત થયા હતા. બંને દેશ એઆઈ, ક્વોન્ટકા, સેમિકંડક્ટર, સાયબર સિક્યુરિટી જેવા બહેદ મહત્ત્વનાં ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. ઓસ્ટ્રેલિયાના સૌથી મોટાં પેન્શન ભંડોળ `ઓસ્ટ્રેલિયન સુપર' દ્વારા ભારતમાં 500 મિલિયન ઓસ્ટ્રેલિયાઈ ડોલરનું રોકાણ કરવાની ઘોષણા કરાઈ હતી. મોદીએ આ એલાનનું સ્વાગત કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આલ્બનીઝે જણાવ્યું હતું કે, આજ  અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 2025ની ભારત-ઓસ્ટ્રેલિયા પરમાણુ સહયોગ સમજૂતી હેઠળ ભારતને યુરેનિયમ નિકાસની વ્યવસ્થા પર હસ્તાક્ષર કર્યા છે. અલગ-અલગ નીતિઓનું અંતર ઘટાડવાની દિશામાં આ મોટું પગલું છે. મોદી બોલ્યા હતા કે, ભારત અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર પણ વિકસિત કરશે. અન્ય એક મહત્ત્વની ઘોષણામાં ભારતના વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોકોસ ટાપુ પર સ્પેસ ટ્રેકિંગ ટર્મિનલ બનાવાશે, જેથી ભારતના ગગનયાન મિશનને મદદ મળશે. અગાઉ, ભારતીય પ્રવાસી સમુદાયે વડાપ્રધાન મોદીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. `પેકેટ્સ' નામે નવી ભાગીદારીની ઘોષણા કરાઈ હતી. આ પહેલ હેઠળ બે દેશ એઆઈ સેમિકંડક્ટર, દુર્લભ ખનિજો, ટેલિકોમ, અવકાશ, બાયોટેક્નોલોજી, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચર, સંરક્ષણ  સંશોધન જેવાં ચાવીરૂપ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે. 

Panchang

dd