• શનિવાર, 02 મે, 2026

કચ્છના નાના રણમાં કાર પલ્ટી જતા આદિપુરના પિતા પુત્રને કાળ આંબી ગયો

ગાંધીધામ, તા. 1 : રાપર તાલુકાના વરણું પલાંસવા પાસે  કચ્છના નાના રણમાં  કાર પલ્ટી જતા સર્જાયેલા અકસ્માતમાં આદિપુરના આહીર પરિવારના પિતા પુત્ર કમલેશ મ્યાજર આહીર અને ધર્મેશ કમલેશ આહીર (ઉ.વ. 13)નું તત્કાળ મોત નીપજયું હતું. આ બનવાના પગલે. આહીર સમાજમાં ઘેરા શોકની લાગણી  પ્રસરી હતી. જયારે અન્ય  પરિવારજનોને  ઈજાઓ  પહોંચી છે. આ અંગે મળતી વિગતો મુજબ માર્ગ અકસ્માતનો આ બનવા નાના રણમાં મેડક બેટ પાસે બન્યો હતો.  આદિપુરના રોયલ ક્રિષના સોસાયટીમાં રહેતા આહીર સમાજના પરિવાના  8 સભ્યો  વાછરાદાદાના મંદીરે દર્શન કરવા જતા હતા. આ દરમ્યાન વરણું  પલાંસવા પાસે અચાનક  ઈનોવા કાર ત્રણ થી ચાર  પલ્ટી ખાઈ જતા કચ્છનું નાનું રણ  ઈજાગ્રસ્તોની ચીસોથી  ગુંજી ઉઠયું હતું.  ગંભીર રીતે ઘવાયેલા પિતા પુત્રએ ઘટના સ્થળે જ પરિવારજનોની  નજર સામે જ દમ તોડી દીધો હતો જયારે   તેમના પત્નિ અને દિકરીઓ સહીત પરિવારના છ જણાને હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે.  બનાવ સમયે આદિપુરના જ એક પરિવાર પાછળ હતા તેમણે 108 બોલાવી હતી તેમજ તેમની કારમાં ઈજાગ્રસ્તોએ સારવાર માટે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવના પગલે કચ્છના આહીર સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. આ અંગે આડેસર પોલીસ મથકે  પોલીસ ફરીયાદ નોંધવા સહીતની તજવીજ ચાલુ છે.  

Panchang

dd