• શુક્રવાર, 01 મે, 2026

પાકિસ્તાનમાં મસૂદનો ખાસ સાગરિત મરાયો

ઈસ્લામાબાદ, તા. 30 : પાકિસ્તાનમાં ફરી એક વખત અજ્ઞાત ધુરંધરનો ખૌફ જોવા મળ્યો છે. આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનો ખૂબ જ નજીકનો માનવામાં આવતો ટોપ કમાન્ડર મૌલાના સલમાન અઝહર માર્યો ગયો છે. મૌલાના સલમાન અઝહર બહાવલપુરમાં રહસ્યમય માર્ગ અકસ્માતનો ભોગ બન્યો હતો. કહેવાય છે કે અજ્ઞાત વાહને જોરદાર ટક્કર મારતા સલમાન મર્યો હતો. સલમાન અઝહર ભારત વિરુદ્ધ ઘણી આતંકી સાજિશનો માસ્ટર માઇન્ડ હતો અને તેને મસૂદ અઝહરના નજીકના આતંકીઓમાંથી એક ગણવામાં આવતો હતો. આ બનાવથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને આતંકી આકાઓમાં દહેશત ફેલાઈ છે. પંજાબ પ્રાંતનું બહાવલપુર જૈશનો ગઢ માનવામાં આવે છે. અહિંયા જ જૈશનું મુખ્યાલય પણ છે. સલમાન અઝહર સડક ઉપર હતો ત્યારે અજ્ઞાત વાહને તેને કચડી નાખ્યો હતો. ઘટના બાદ વાહનચાલક ફરાર થયો હતો અને તેની ઓળખ થઈ શકી નથી.  

Panchang

dd