• શનિવાર, 02 મે, 2026

કંડલામાં ગાંડા બાવળમાંથી સમુદ્રી ઇંધણનો પ્રોજેક્ટ

મુંદરા, તા. 1 : બન્નીના ઘાસિયા મેદાનો સહિત સમગ્ર કચ્છમાં દાયકાઓથી જૈવ વૈવિધ્યતા માટે જોખમી પ્રોસોપિસ જુલીફ્લોરા  ગાંડા બાવળને મિથેનોલમાં ફેરવવામાં આવશે અને કચ્છના આ સૌથી અતિક્રમિત વિદેશી વૃક્ષને દરિયાઈ બળતણમાં ફેરવાતો ભારતનો પ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ કંડલામાં નિર્માણ પામી રહ્યો છે. હવે આંતરરાષ્ટ્રીય સમુદ્રી સંગઠન (આઈએમઓ)ના નિયમો હેઠળ વૈશ્વિક શાપિંગ ઉદ્યોગને પણ હરિત ઇંધણ અપનાવવાની ફરજ પાડવામાં આવી રહી છે. આ સંજોગો વચ્ચે કચ્છ વિશ્વમાં ગ્રીન મિથેનોલનું હબ બની રહેશે. કંડલામાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) ખાતે અને તેમની માલિકી તળે આ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે, જેમાં દરરોજ પાંચ ટન મિથેનોલનું ઉત્પાદન કરાશે. આ પ્લાન્ટનું નિર્માણ પૂણે સ્થિત થર્મેક્સ એનર્જી દ્વારા વડોદરાની અંકુર સાયન્ટિફિકની ગેસિફિકેશન ટેક્નોલોજી સાથે કરવામાં આવી રહ્યું છે. બંને કંપની એવી શરત પણ મૂકી રહી છે કે, દેશના પશ્ચિમ કિનારા સહિત તમામ બંદરોને `ગ્રીન બંદરો'માં રૂપાંતરિત નીતિ ભારત સરકાર લાવે, જેથી આવા બળતણની માંગ ઊભી થાય. જે રીતે આંતરરાષ્ટ્રીય શાપિંગ ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય દરિયાઇ સંગઠનના નિયમો હેઠળ ફરજ પાડવામાં આવી રહી છે. મિથેનોલનો ઉપયોગ અનેક વખત શાપિંગમાં બળતણ તરીકે થાય છે, જેને `બંકર ઓઇલ' પણ કહેવામાં આવે છે. પરંપરાગત મિથેનોલ એ ગેસ અથવા કોલસા ગેસિફિકેશન જેવા અશ્મિભૂત ઇંધણમાંથી ઉત્પન્ન થાય છે. ગ્રીન મિથેનોલ માટે કૃષિ અવશેષોમાંથી બાયોમાસનો પણ ઉપયોગ થાય છે. આ રીતે, `વિશ્વની ટોચની 100 આક્રમક વૃક્ષ પ્રજાતિમાંની એક એવા ગાંડા બાવળનો ઉપયોગ ટૂંક સમયમાં દરિયામાં જતાં જહાજો માટે ગ્રીન મિથેનોલ અને બળતણના ઉત્પાદન માટે થઈ શકે છે. કચ્છની જમીનને નુકસાનકારક આ વૃક્ષ હવે ભારતના પ્રથમ ગ્રીન મિથેનોલ ઉત્પાદન પ્લાન્ટ માટે ફીડસ્ટોક બનવાનું છે. - ભારતની તેલ આયાત ઘટશે; કિંમતનો અવરોધ : અંકુર જૈન : અંકુર સાયન્ટિફિકના વડા અંકુર જૈને જણાવ્યું કે, તેમની કંપનીની ભૂમિકા બે પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં રહેલી છે. થર્મેક્સ બીજા તબક્કાનું સંચાલન કરશે, તે સિંગાસને મિથેનોલમાં રૂપાંતરિત કરશે. શ્રી જૈને જણાવ્યું હતું કે, વીજળી પ્રક્રિયા ગ્રીન હોવી જોઈએ, જો કે, કડક આંતરરાષ્ટ્રીય કાર્બન ધોરણોને પૂર્ણ કરવા માટે નવીનીકરણીય ઊર્જા મેળવવામાં આવશે. ગાંડો બાવળ એ શ્રેષ્ઠ ફીડસ્ટોક્સમાંનું એક છે. કારણ કે, તે સખત લાકડું અને સારી ઊર્જા પ્રોફાઇલ અને ઓછું એસિડ ધરાવે છે. ગુજરાત સરકાર ઘણા સમયથી આ તેને સાફ કરવા માગે છે. આ પ્લાન્ટને અન્ય કૃષિ અવશેષો પર ચલાવવા માટે પણ સર્ટિફાઇડ કરવામાં આવશે. શ્રી જૈનના અંદાજ મુજબ મહત્તમ ક્ષમતાએ પહોંચ્યા પછી ભારતની તેલ આયાતના ત્રીજા ભાગને દૂર કરી શકાશે. તેમણે ઉમેર્યું કે, કિંમત મુખ્ય અવરોધ છે. યુક્રેનના યુદ્ધને લીધે  ભાવ કિલોએ રૂા. 70- 80 સુધી પહોંચી ગયા.  તે પહેલાં કુદરતી ગેસમાંથી પરંપરાગત મિથેનોલ `લગભગ રૂા. 30 પ્રતિ કિલો' હતું. ગ્રીન મિથેનોલ આંતરરાષ્ટ્રીય સ્તરે  700-800 ડોલર પ્રતિ ટન અને ઇ-મિથેનોલ લગભગ 2000 ડોલર પ્રતિ ટન વેચાય છે. - મિથેનોલથી જહાજનું કાર્બન  ઉત્સર્જન 95 ટકા ઘટશે : શિપબિલ્ડિંગ સહાયનીતિમાં સુધારો : મિથેનોલ ઇન્સ્ટિટયૂટના મત અનુસાર નવીનીકરણીય ફીડસ્ટોક્સમાંથી બનાવેલા મિથેનોલથી  જહાજનું ઈઘ2 ઉત્સર્જન 95 ટકા અને ગઘડ્ઢ (નાઈટ્રસ ઓક્સાઇડ)માં 80 ટકા સુધી ઘટાડો કરી શકાય છે, સાથે સલ્ફર ઓક્સાઇડ અને કણો દૂર કરે છે. આઈ.એમ.ઓ.ની 2023 - ગ્રીનહાઉસ ગેસ વ્યૂહરચનાનો ઉદ્દેશ 2050 સુધીમાં આંતરરાષ્ટ્રીય શાપિંગમાંથી શૂન્ય કાર્બન ઉત્સર્જનનો છે. ભારતે નીતિગત બદલાવ શરૂ કર્યો છે. ઓગસ્ટ-2023 માં મિથેનોલ, એમોનિયા અને હાઇડ્રોજન સહિત ગ્રીન ઇંધણ દ્વારા ચલાવવામાં આવતાં જહાજો માટે 30 ટકા સબસિડી ઓફર કરીને શિપબિલ્ડિંગ નાણાકીય સહાયનીતિમાં સુધારો કર્યો હતો, જેમાં કંડલા પ્રોજેક્ટ એક દાખલો છે. 

Panchang

dd