ગાંધીધામ, તા. 1 : અંજાર તાલુકાના વરસામેડીમાં
બંદુક સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડયા છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો
મુજબ બાતમીના આધારે અંજાર પોલીસે આજે સાંજના અરસાઅમાં આ કાર્યવાહી કરી છે. કેનાલ પાસે આરોપીઓસબીર કેશર નારેજા અને સમીર ગુલમામદ સીદી બાઈક ઉપર જતા હતાં. તેમને
રોકીને તપાસ કરાઈ હતી આરોપીઓ પાસેથી બે હજારની કીમતનો હાથ બનાવટનો દેશી તમંચો કબ્જે કરાયો હતો. બન્ને આરોપીઓ સામે કચ્છ અને પાટણના પોલીસ મથકમાં વિવિધ ગુના નોંધાયેલાછે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.