ભુજ, તા. 30 : તેલંગાણાના જડચેરલા ખાતે 26 એપ્રિલે યોજાયેલી સ્કૂલ ગેમ્સ
ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસજીએફઆઈ) અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) આયોજિત અંડર-17 રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધામાં
ગુજરાતની ટીમ વતી ભુજના યુવા ઓલરાઉન્ડર પૂર્વ આનંદકુમાર ભટ્ટે બેટિંગ અને બોલિંગમાં
સારું પ્રદર્શન કર્યું હતું. તેલંગાણામાં યોજાયેલી સ્પર્ધામાં તેણે કેવીએસ સામેની મેચમાં
12 રન કરવા સાથે એકમાત્ર વિકેટ
પણ ઝડપી હતી, જેના લીધે ગુજરાતની ટીમ
ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. નેશનલ સ્પર્ધા પૂર્વે અમદાવાદના નિકોલ ખાતે યોજાયેલા
નવ દિવસીય સ્પેશિયલ કેમ્પ અને બીબીપુરા ગ્રાઉન્ડ પર રમાયેલી પ્રી-નેશનલ મેચોમાં પૂર્વે
3 ઓવરમાં 17 ન આપી 5 વિકેટ અને
બીજી મેચમાં 12 રન આપી 3 વિકેટ ઝડપવા સાથે બેટિંગમાં પણ 20 રન કરી ટીમને જીત અપાવી હતી
અને બંને મેચમાં તેણે શ્રેષ્ઠ પ્રદર્શન કરી બે વાર મેન ઓફ ધ મેચનો ખિતાબ જીત્યો હતો.