કોડાય, તા. 1 : અહીંના સ્વામિનારાયણ મંદિર
ભુજ સંચાલિત મંદિર કોડાય આયોજિત દશાબ્દી મહોત્સવ યોજાયો હતો. વાસુદેવાનંદ બ્રહ્મચારી
રચિત શ્રીમદ્ સત્સંગિભૂષણ પંચાહ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજીની
આજ્ઞાથી યોજાયેલા જ્ઞાનયજ્ઞમાં કથાના વક્તા
સ્વામી પરબ્રહ્મજીવનદાસજી તેમજ શાસ્ત્રી સ્વામી સદગુણ સ્વરૂપદાસજી અને શાસ્ત્રી સ્વામી
હરિવદનદાસજી. સ્વામી શૌનકમુની દાસજીએ સત્સંગ અને સદાચારના મહત્ત્વ પર પ્રકાશ પાથર્યો
હતો. દાન અને જીવદયાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો ગરીબ નિરાધાર અને જરૂરતમંદોની મદદ
કરવાથી જીવન સાર્થક બને છે. આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે ઉપસ્થિત રહી આશીર્વચન
આપી જણાવ્યું હતું કે, મનુષ્યે જન્મ-મરણના 84 લાખ ફેરામાંથી મુક્તિ મેળવવા માટે ભગવાનનો આશરો અને
સત્સંગ અનિવાર્ય છે, નિયમિત સત્સંગ
સાથે જોડાયેલા રહેવું જોઈએ, સંતોના ઉપદેશ મુજબ જીવન જીવવાનું
એ જ મોક્ષ સચોટ માર્ગ છે. માંડવી મંદિરના મહંત
સ્વામી કેશવજીવનદાસજીએ જીવનમાં સંપ, સહકાર અને સદાચાર અપનાવવાની
પ્રેરણા આપી હતી. ભુજ મંદિરના ઉપમહંત સદગુરુ પુરાણી સ્વામી ભગવદ્ જીવનદાસજીએ પણ આશીર્વાદ
આપ્યા હતા. સ્વામી સનાતનદાસજી, સ્વામી માધવપ્રસાદદાસજી,
સ્વામી દેવપ્રકાશદાસજી, સ્વામી પરસોત્તમ સ્વરૂપદાસજી,
સ્વામી અક્ષર પ્રકાશદાસજી , સ્વામી કૃષ્ણજીવનદાસજી,
શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી તેમજ માંડવી બહેનોનાં મંદિરના મહંત
સાં.યો. રતનબાઈ ફઈ અને ઉપમહંત સાં.યો. કાનબાઈ ફઈએ આશીર્વચન આપ્યા હતા. માંડવી વિસ્તારના
ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, મુંદરા શહેરના પ્રભારી અમુલ દેઢિયા,
વિરલભાઇ જોશી. મદનપુરાના અગ્રણી જયંતીભાઈ પારસિયા, કાર્યપાલક એન્જિનીયર સનત જોશી, સુરેશ જોશી, વીશનજી જોશી, દશરથ જોશીનું સન્માન કરાયું હતું. માંડવી
મંદિરના કોઠારી હરજીભાઈ વેકરિયા. માવજીભાઈ વેકરિયા. વિશ્રામભાઇ કેરાઈ, લક્ષ્મણ વરસાણી, માવજીભાઈ પિંડોરિયા, કલ્યાણજી વેકરિયા, દેવજીભાઈ છભાડિયા, કાંતિભાઈ છભાડિયા, શિવજીભાઈ છભાડિયા, વાલજી હાલાઇ, માવજીભાઈ પટેલ સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત
રહ્યા હતા. ઘનશ્યામ જન્મોત્સવ, મહિલા મંચ, મહાઅભિષેક અને અન્નકૂટ દર્શન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રાત્રે મોટીવેશનલ
ડો. અંકિતાબેન મુલાણીએ જણાવ્યું હતું પરિવારમાં કેવી રીતે રહેવાય અને આજે સંસ્કારની
જરૂર છે, મહિલા જાગૃતની વાત કરી હતી. સંચાલન પુરાણી સ્વામી પરમેશ્વર
સ્વરૂપદાસજી અને માંડવી મંદિરના કોઠારી સ્વામી શુકદેવ સ્વરૂપદાસજીએ કર્યું હતું.