ગાંધીધામ, તા. 1 : મુસ્લિમ અગ્રણીને બદનામ કરીને
પૈસા પડાવવાના કેસના બે આરોપીના આગોતરા જામીન અરજી વડી અદાલત દ્વારા પણ નકરાવામાં આવી
છે અને પોલીસ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું છે. મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ બદનામ
કરવા અને પૈસા પડાવવા મામલે એ-ડિવિઝન પોલીસ મથકે 14 જણ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે ગાંધીધામની સેશન્સ કોર્ટમાં
જામીન અરજી રદ થયા બાદ આરોપીઓ સલીમ જત અને આદમ પઢિયારે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. બંને પક્ષની
દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે અરજી ફગાવી દીધી હતી અને આરોપીઓને પોલીસ સમક્ષ હાજર થવા અને પોલીસને 7 દિવસની આરોપીઓને નોટિસ આપવા હુકમ કર્યો હતો. આ પ્રકરણમાં
અગાઉ બે જણની ધરપકડ થઈ હતી.