અમદાવાદ, તા. 1 : આઇપીએલના ગઇકાલની મેચમાં ભારતીય
ક્રિકેટના કિંગ વિરાટ કોહલી અને પ્રિન્સ શુભમન ગિલ વચ્ચે ટક્કર જોવા મળી હતી. 1પ6 રનના સામાન્ય વિજય લક્ષ્યનો પીછો કરતી વખતે ગુજરાત ટાઇટન્સનો
કપ્તાન શુભમન ગિલ 18 દડામાં 43 રને આઉટ થયો હતો. કોહલીએ તેનો
કેચ લીધા પછી આક્રમક અંદાજમાં ગિલના આઉટ થવાની ઉજવણી કરી હતી. કેચ લીધા પછી કોહલીએ
ગુસ્સામાં દડો જમીન પર પછાડયો હતો અને ગિલ તરફ જોઇને ખૂબ જ આક્રમક રીતે ઉજવણી કરી હતી.
મેચમાં ગુજરાત ટાઈટન્સનો વિજય થયો હતો. આથી ટાઇટન્સના કપ્તાન ગિલે કોહલીને વળતો જવાબ
આપ્યો હતો. તેણે વિરાટ કોહલીનું નામ લીધા વિના ઇંસ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યાં
હતા. જેમાં એક કોહલી સાથે હતો. સાથે ટીમની શાનદાર જીતનો મેસેજ લખ્યો હતો. પ્લેયર ઓફ
ધ મેચ બનેલ હોલ્ડર સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. જો કે મેચ બાદ કોહલી અને ગિલ વચ્ચે
સારો બ્રોમાંસ જોવા મળ્યો હતો. મેચ પછી ગિલે કહ્યું હતું કે, ઘણી રાહત
અનુભવી રહ્યો છું. આ પ્રકારની વિકેટ
પર આરસીબીને 1પપ રને રોકવું
શાનદાર છે. અમે ટૂર્નામેન્ટમાં ઘણી વાર સારી ફિલ્ડીંગ કરી નથી, પણ આજે બીજી ઓવરથી અમારા ખેલાડીઓ ઊર્જામાં હતા.
ત્યાંથી જ અમે વાપસી કરી અને એ શાનદાર રહી.