ગાંધીધામ, તા. 1 : બાલસર પોલીસે ગેરકાયદેસર રીતે
ચાઈના ક્લે ખનિજનું વહન કરતાં એક વાહનને ઝડપી
પાડયું હતું. બાલાસર ગામના ત્રણ રસ્તા પાસે પોલીસે વાહનોની ચેકિંગ હાથ ધરી હતી. દરમ્યાન
ટાટા કંપનીના ડમ્પર જીજે-39-ટીએ-0918 વાહનમાંથી ચાઈના ક્લે માટીનો
જથ્થો મળી આવ્યો હતો. વાહનમાં ભરેલી ખનિજ અંગે વાહનચાલક જરૂરી આધાર-પુરાવા રજૂ કરી
શક્યો ન હતો. પોલીસે આ વાહન હસ્તગત લઈને ખાણ-ખનિજના કાયદા તળે કાર્યવાહી હાથ ધરી હતી.