ભુજ, તા. 1 : તાલુકાના ભીરંડિયારાના સીમ
વિસ્તારમાં ગૌવંશના માંસ સહિત કુલ રૂા. 11,500ના મુદ્દામાલ સાથે એક ઈસમને ધોરડો પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે
આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના
આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભીરંડિયારા-જુણા ત્રણ રસ્તાથી રેઢારવાંઢના સીમ વિસ્તારમાં
બાવળોની ઝાડીમાં ગૌવંશના માંસ સાથે અમુક ઈસમો દેખાયા હતા અને પોલીસને જોઈ નાસવાનો પ્રયાસ
કરતાં એક આરોપી રહીમના અબ્દુલા રાયશી ઝડપાયો હતો, જ્યારે આમદ
વલી રાયશી, અલ્લાવરેયા હૈદર રાયશી અને ખમીશા ભચલ રાયશી નાસી છૂટયા
હતા. પોલીસે 12 કિલો માંસનો
જથ્થો, કુહાડી, છરા, રસ્સી, એક મોબાઈલ અને એક બાઈક મળી કુલ રૂા. 11,500નો મુદ્દામાલ કબજે કર્યા હતા
અને આરોપીઓ સામે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી
હાથ ધરી હતી.