ગાંધીધામ, તા. પ
: રાપરના રવ નજીક એક છકડામાંથી પોલીસે રૂા. 26,400ના બિયર સાથે શખ્સને પકડી પાડયો હતો, જ્યારે ત્રણ શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા.
રવ ગામનો વંશ રમેશ છેડા નામનો શખ્સ રીક્ષામાં દારૂ ભરીને આવતો હોવાની પૂર્વ બાતમીના
આધારે પોલીસે નંદાસર ગામની પેટા કેનાલ પાસે વોચમાં રહ્યા હતા. રાપર બાજુથી આવતી રિક્ષાને
ઊભી રખાવતાં ચાલકે આગળ હંકારી દીધી હતી અને રવ ગામના જાડેજા ફાર્મહાઉસ પાસે ઊભી રાખી
ચાર શખ્સો નાસવા લાગ્યા હતા જે પૈકી વંશ છેડાને પકડી લેવાયો હતો. જ્યારે વીરેન્દ્રસિંહ
ખુમાનસિંહ ગીલા તથા અન્ય બે શખ્સો સાબુના ગોટાની જેમ સરકી ગયા હતા. પકડાયેલા વંશ પાસેથી
કિંગ ફિશર બિયરના 120 ટીન, કિંમત રૂા. 26,400નો દારૂ જપ્ત કરાયો હતો. તેણે
આ દારૂ વીરેન્દ્રસિંહ તથા અન્ય બે અજાણ્યા શખ્સો પાસેથી લીધો હતો. હાથમાં ન આવેલા ત્રણ
શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.