ભુજ, તા. 5 : તાલુકાના ડગાળામાં જાહેરમાં
ગંજીપાના વડે જુગાર રમતા સાત ખેલી ઝડપાયા હતા. ગઇકાલે રાત્રે ડગાળામાં વાણિયાવાસમાં
આવેલા ચામુંડા મંદિરની પાછળ બાવળોની ઝાડીમાં ગંજીપાના વડે જુગાર રમતા સુલતાન રમજુ ખલીફા, શામજીભાઇ રતાભાઇ, જુમાભાઇ
કાસમભાઇ ભટ્ટી, દાનાભાઇ રામાભાઇ વરચંદ, બાબુભાઇ કરશનભાઇ ગરવા, અમરતભાઇ મગનભાઇ ઠાકોર (રહે. તમામ
ડગાળા) અને શામજીભાઇ જીવાભાઇ મેરિયા (રહે. મોડસર)ને રોકડા રૂા. 17,130, પાંચ મોબાઇલ કિં. રૂા. 20,500 તથા બે મોટર સાઇકલ કિં. રૂા.
40,000 એમ કુલે રૂા. 77,630ના મુદ્દામાલ સાથે પદ્ધર પોલીસે
ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.