• રવિવાર, 05 એપ્રિલ, 2026

ટુંડામાં વિકાસકામોને લઈ મારામારી : સામસામી ફરિયાદ

ભુજ, તા. 4 : મુંદરા તાલુકાના ટુંડા ગામે ગઈકાલે વિકાસકામોને લઈને મારામારી થતાં સામસામી ફરિયાદ નોંધાવાઈ છે. મુંદરા પોલીસ મથકે વ્યવસાયે કોન્ટ્રાક્ટર અને મહિલા ઉપસરપંચના પુત્ર ઈન્દ્રજિતસિંહ મંગુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 3/4ના સવારે ગામમાં ગટરલાઈન નાખવાનું કામ ચાલુ હતું, ત્યારે કામ પર દેખરેખ રાખવા ગયા હતા ત્યાં કામ બંધ કરાવાનું કહી ઝઘડો કરી આરોપીએ માર માર્યાની ફરિયાદ આરોપી મયૂર આતુ મહેશ્વરી અને વિજય આતુભાઈ મહેશ્વરી વિરુદ્ધ નોંધાવી છે. બીજી તરફ મયૂરભાઈ મહેશ્વરીએ પણ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગામના વિકાસ કામોના ઠરાવ અંગે 24/2ના રજૂઆત કરતાં પંચાયતના સભ્યો અને કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે, આ કામો જૂના ઠરાવ પ્રમાણે અને બધા સમાજ સાથે કરશું. આ બાદ ગઈકાલે કામ શરૂ થતાં પૂછપરછ કરતાં આરોપી ઈન્દ્રજિતસિંહ મંગુભા જાડેજા ઝઘડો કરી ગાળો આપી ધકબૂશટનો માર માર્યો હતો. મનમાં લાગી આવતાં ફરિયાદી મયૂરે ફિનાઈલ પી લીધું હતું, જેની સારવાર ચાલુ છે. સરપંચ કીર્તિભાઈ છગનલાલ કેશવાણીને અમારી રજૂઆત ગમતી ન હોઈ ઉપસરપંચના પુત્ર ઈન્દ્રજિતસિંહને આગળ કરતાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.  

Panchang

dd