• રવિવાર, 05 એપ્રિલ, 2026

ચેક પરતના કેસમાં ભુજના આરોપીને એક વર્ષની કેદ

ભુજ, તા. 4 : એલ્યુમિનિયમ સેક્શનના વેપારી પાસેથી માલ ખરીદ્યા બાદ તેના પેટે આપેલો ચેક પરત ફરતાં ભુજના આરોપી લુહાર રીઝવાન ઇસ્માઇલને કોર્ટે કસૂરવાર ઠેરવી એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. બઉચર એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર પ્રભુલાલ લાલજી ભગત (મિરજાપરવાળા) પાસેથી આરોપી લુહાર રીઝવાન ઇસ્માઇલ (રહે. સંજોગનગર, ભુજ)એ જરૂરિયાત મુજબ એલ્યુમિનિયમના માલની ખરીદી કરી હતી, જેને પેટે રૂા. 75 હજારનો ચેક આપ્યો હતો, જે ચેક પરત ફરતાં ફરિયાદીએ કોર્ટમાં કેદ દાખલ કરતાં ભુજના બીજા અધિક ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા તથા રૂા. 1,00,312 વળતર પેટે ફરિયાદીને આપવા અને વળતર ભરવામાં કસૂર કરે, તો વધુ છ માસની સાદી કેદનો હુકમ કર્યો છે. ફરિયાદીના એડવોકેટ તરીકે ચંદ્રેશ જે. ગોહિલ હાજર રહ્યા હતા. 

Panchang

dd