ભુજ, તા. 4 : માંડવી તાલુકાના બાગના સ્મશાનની
બાજુમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા છ ખેલીને એલસીબીએ ઝડપી પાડયા છે. એલસીબીને
બાતમી મળી હતી કે, બાગની બાજુમાં
આવેલા સ્મશાનવાળા છેલામાં ખુલ્લી જગ્યાએ જુગાર રમાઇ રહ્યો છે. બાતમીના પગલે દરોડો પાડતાં
ગંજીપાના વડે જુગાર રમતા મનસુખ કાકુભાઇ મોતા, ભરત મોહનલાલ મોતા,
ખીમજી ભીમજી મોતા, નારણ દેવજી મોતા, વાઘજી નારણ જોશી (રહે. તમામ બાગ વાડી વિસ્તાર) અને રાજેશ વેલજી રાજગોર (રહે.
મૂળ મંજલ-રેલડી, હાલે બાગ વાડી વિસ્તાર)ને રોકડા રૂા. 21,500, છ મોબાઇલ કિં. રૂા. 25,000 તથા એક ઓટો રિક્ષા અને ત્રણ
ટુ-વ્હીલર મળી કિં. રૂા. 1,50,000 એમ
કુલ રૂા. 1,97,000ના મુદ્દામાલ સાથે ઝડપી માંડવી
પોલીસ મથકે જુગારધારા તળે ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરી હતી. - ગાંધીધામમાં
જુગટું રમતા સાત ખેલીની ધરપકડ : ગાંધીધામ, તા. 4 : શહેરમાં જાહેરમાં જુગાર રમતા
સાત ખેલીને પોલીસે પકડીને પાંજરે પૂર્યા હતા. શહેરમાં રઘુવીરસિંગ એન્ડ સન્સ ગોડાઉન
સામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના
આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં જુગાર રમવાના આરોપસર આરોપી યશપાલ રામદિન
બર્મન, જયકુમાર રામદિન કેવટ, ભોલુ રામરતન કેવટ, કલામુદ્દીન અલ્હમ અંસારી, રમેશ માવાભાઈ સોલંકી, કિષ્ના હરિકિશોર કેવટ, રાજુ બ્રહ્મદેવ મુખિયાની ધરપકડ થઈ
હતી. પકડાયેલા ખેલી પાસેથી રોકડા રૂા. 10,200 સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.