ભુજ, તા. 27 : તાલુકાના પદ્ધર પોલીસ મથકમાં
નોંધાયેલા હુલ્લડના કેસમાં નાસતા આરોપીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ
કનૈયાબેથી ઝડપી પાડયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ,
પૂર્વ બાતમી તથા માનવીય સંદર્ભોના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં હુલ્લડના
કેસમાં સંડોવાયેલો અને ધરપકડથી બચવા નાસતો-ફરતો આરોપી કનૈયાબેનો અકબરશા અલીશા શેખને
પોલીસે કનૈયાબે ગામના બસ સ્ટેશન સામે આવેલા માર્ગ પરથી ઝડપી પાડયો હતો. પકડાયેલા આરોપીને
આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે પદ્ધર પોલીસને સોંપાયો હતો.