• શનિવાર, 28 માર્ચ, 2026

ભુજોડીની સીમમાં પત્તા ટીંચતા 8 ખેલી ઝડપાયા

ભુજ, તા. 27 : તાલુકાના ભુજોડી ગામની સીમમાં જાહેરમાં પત્તા ટીંચતા 8 ખેલીને પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ ઝડપી પાડી તેમની પાસેથી રોકડ સહિત કુલ રૂા. 2,43,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ભુજોડી ગામની સીમમાં આવેલા ગ્રામ પંચાયતના બોર પાસે જાહેરમાં પત્તા વડે હારજીતનો જુગાર રમતા ધનજી ભુરાભાઈ આહીર, વિનોદભાઈ કુંવરજી ગોરસિયા, અનિલ જયંતીલાલ આડેસરા, દિનેશ કરસન વેકરિયા, શાંતિલાલ રામજી ઠક્કર, જિતેન્દ્ર નારાયણભાઈ સાધુ, ચંદ્રેશપુરી જેન્તીપુરી ગોસ્વામી અને જયેન્દ્ર સુરેશભાઈ સોનીને ઝડપી લીધા હતા. પકડાયેલા ખેલીઓ પાસેથી રોકડા રૂા. 43,600, 8 મોબાઈલ કિં. રૂા. 40,000 તથા 8 મોટરસાઈકલ કિં. રૂા. 1,60,000 મળી કુલ રૂા. 2,43,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ સામે જુગારધારા તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd