• ગુરુવાર, 12 માર્ચ, 2026

દેશલપર-શિરાચા માર્ગે ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર ઝડપાયું

ભુજ, તા. 11 : મુંદરાના દેશલપર-શિરાચા માર્ગેથી ગેરકાયદે રીતે રેતી (ખનિજ) ભરેલું ડમ્પર એલસીબીએ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ગઇકાલે એલસીબીની ટીમ મુંદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે દેશલપર-શિરાચા માર્ગે એસવીસીટી સિટી કોલોનીની બાજુમાં રોડ પર આવતા એક ડમ્પર નં. જી.જે. 36 ટી-7792ને હાથના ઇશારા વડે ઊભું રખાવી તપાસ કરતાં તેમાં રેતી (ખનિજ) ભરેલી હતી. ચાલક સંજયસિંહ દેવુભા જેઠવા (રહે. ગેલડા, મુંદરા)ને રેતી ભરવાના આધાર - પુરાવાની માગણી કરતાં ન હોવાથી ડમ્પરને જપ્ત કરી ખાણ-ખનિજ વિભાગને આગળની કાયદેસર કાર્યવાહીનો રિપોર્ટ કર્યો હતો. 

Panchang

dd