ગાંધીધામ, તા. 11 : આદિપુરના યુવાનના આપઘાત પ્રકરણે
અગાઉ એક આરોપીની અટક બાદ ભુજથી એક મહિલાની અટક કરવામાં આવી હતી. આદિપુરમાં રહેતા દીપેશ
ભટ્ટ આપઘાત પ્રકરણે પોલીસે 18 લોકો સામે
ગુનો નોંધ્યો હતો, જે પૈકી પ્રકાશ
મોદીની ધરપકડ બાદ ગઇકાલે ભુજમાં ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રોશનીબેન
આનંદ ભટ્ટની અટક કરવામાં આવી હતી. આ મહિલા છેલ્લા આઠેક વર્ષથી હેરાન-પરેશાન કરતા હોવાનું
મૃતક દીપેશે સ્યુસાઇડ નોટ, વીડિયોમાં જણાવ્યું હતું. આ મહિલાને
જેલહવાલે કરાઇ હતી. અન્ય આરોપીઓને પકડી પાડવાની તજવીજ ચાલુ હોવાનું પી.આઇ. એમ.સી. વાડાએ
જણાવ્યું હતું. - ભુજ : પરિણીતા
સાથે દુષ્કર્મ અત્યાચારના આરોપીના જામીન નામંજૂર
: ભુજ,
તા. 11 : પરિણીતા સાથે
એક વર્ષ સુધી સંબંધ રાખી જબરદસ્તીથી શારીરિક સબંધ બાંધી અત્યાચાર ગુજારાયાના કેસમાં
આરોપી મુકેશ તુલસી દરજીના જામીન નામંજૂર થયા છે. ત્રણેક માસ પૂર્વે 30 ડિસેમ્બરના આરોપી મુકેશ દરજી
વિરુદ્ધ સુખપરની પરિણીતાએ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી મુકેશે પોતાની સાથે સંબંધ રાખવા
અવાર-નવાર બોલાચાલી કરી, ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવા
ધમકી આપી એક વર્ષથી જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધી અત્યાચાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી
હતી. આ કેસમાં આરોપી મુકેશે જામીન અરજી કરતાં ભુજ કચ્છના એડિ. સેશન્સ જજ જે.એ. ઠક્કરે
જામીન નામંજૂર કર્યા હતા. સરકાર તરફે અધીક જિલ્લા સરકારી વકીલ સુરેશ મહેશ્વરીએ હાજર
રહી દલીલો કરી હતી. - વોરંટના નાસતા-ફરતા
બે આરોપી ઝડપાયા : ભુજ,
તા. 11 : માંડવી કોર્ટના
પકડ વોરંટનો છેલ્લા આઠ માસથી નાસતો-ફરતો આરોપી નીતિનકુમાર સોમજીભાઇ રામાણી (રહે. દેવપર, તા. માંડવી) અને સજા વોરંટનો નાસતો આરોપી મુબારક
નૂરમામદ નોતિયાર (રહે. નલિયા)ને ઝડપી પડાયા છે. માંડવી કોર્ટના પકડ વોરંટનાં કારણે
છેલ્લા આઠેક માસથી નાસતા-ફરતા આરોપી નીતિનકુમાર રામાણી (રહે. દેવપર, તા. માંડવી)ને ઝડપી પાડવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી એલસીબીને સૂચના આપતાં
એલસીબીની ટીમે માનવીય સંદર્ભો તથા ટેકનિકલના આધારે નીતિનકુમારને ઝડપી ગઢશીશા પોલીસને
હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે સોંપાયો હતો, જ્યારે લાંબા સમયથી
માંડવી કોર્ટના સજા વોરંટના નાસતા આરોપી મુબારક નોતિયારને પણ એલસીબીએ વોરંટની બજવણી
કરી ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.