• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

નલિયામાં એસઓજીએ શંકાસ્પદ વાયર સાથે શખ્સ પકડયો : સુજાપર સોલારમાંથી ચોરી કરી'તી

ભુજ, તા. 15 : ગઇકાલે નલિયામાં એસઓજીએ એક શખ્સ શંકાસ્પદ વાયરો સાથે ઝડપ્યો હતો. આ વાયર સુજાપરની સીમના સોલાર પ્રોજેક્ટમાંથી ચોરાયાની ફરિયાદ નોંધાઇ છે. ગઇકાલે એસઓજીના એએસઆઇ માણેકભાઇ ગઢવી અને જોરાવરસિંહ જાડેજાએ બાતમીના આધારે નલિયાના અબડાદાદા સર્કલ પાસે મોટરસાઇકલ ઉપર શંકાસ્પદ વાયરના કોથળા સાથે રજાક સુમાર સુમરા (રહે. રામપર, તા. અબડાસા)ને 39 કિલો કોપર વાયર સાથે ઝડપી નલિયા પોલીસને સોંપાયા હતા. બીજીતરફ સુજાપરની સીમમાં આવેલ કે.પી.આઇ. ગ્રીન એનર્જી લિ. સોલાર પ્રોજેક્ટમાંથી 1000 મીટર વાયર કિં. રૂા. 53000ની ચોરી તથા 800 મીટરના ટુકડા થયેલા, જેથી રૂા. 42,400નું નુકસાન અજાણ્યા ચોર ઇસમે કર્યાની ફરિયાદ નોંધાઇ છે. તપાસમાં રજાક પાસેથી મળેલો વાયરનો જથ્થો આ જ ચોરીનો હતો, તેવું પોલીસે જણાવ્યું છે. 

Panchang

dd