• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

શિક્ષણ થકી સમાજનું સ્થાન આગવું બને

ભુજ, તા. 15 : ભુજ વિસ્તાર રાજગોર બ્રહ્મશુભેચ્છક યુવક મંડળ દ્વારા પાટ હનુમાન મંદિર માધાપરમાં સરસ્વતી સન્માન તેમજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ વિસ્તાર સમાજના આગેવાનો, વડીલો તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સમાજના તમામ વડીલો દ્વારા દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રતાપભાઈ જોશી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. કે.જી.થી કોલેજ સુધીના તથા વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓ ડો. જીતેન જોશી, ડો. ચેતનાબેન, નવીન જોશી, અર્જુન રાજગોર તેમજ અક્ષય રાજગોરને સન્માનિત કરવામાં આવ્યા હતા. દાતાઓ મંગલદાસ જોશી, સુભાષ જોશી, કમલેશ જોશી, ધીરજ જોશી તથા સમાજના તમામ વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. સુભાષ જોશીએ પ્રાસંગિક પ્રવચન કરી એકતા પર ભાર મુક્યો હતો તથા સમાજના અગ્રણી તુલસીદાસ જોશીએ પણ  શિક્ષણ ક્ષેત્રે સમાજ આગવું સ્થાન પ્રાપ્ત કરેનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં અભી જોશી, કપિલ જોશી, જિજ્ઞેશ જોશી, અરાવિંદ જોશી, દીપક જોશી, પરેશ જોશી તથા નિમેષ જોશી તેમજ સમાજના યુવાનોનું આગવું યોગદાન રહ્યું હતું. મયૂર જોશી, પ્રતાપ જોશી તથા શુભાંગી જોશીએ સંચાલન કર્યું હતું. 

Panchang

dd