• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામમાં પગપાળા જતી યુવતીની છેડતી અંગે ફરિયાદ

ગાંધીધામ, તા. 15 : શહેરના શક્તિનગર વિસ્તારમાં પગપાળા જતી એક યુવતીની છેડતી કરતા શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. શહેરના શક્તિનગર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં કામ કરનાર યુવતી ગઈકાલે સમી સાંજે કામ પૂરું થતાં પોતાના ઘર બાજુ જઈ રહી હતી, ત્યારે સામેથી આવતા એક શખ્સે આ યુવતીની અચાનક છેડતી કરતાં તેણે રાડારાડ કરી હતી, તેવામાં આસપાસ ઊભેલા લોકો આવી જઈ ઈફકો કોલોનીમાં રહેતા મોતીસિંહ ત્રિલોકસિંહ રાજપૂત નામના શખ્સને પકડી પાડયો હતો. ઘરે ગયેલી યુવતીએ આપવીતી વર્ણવતાં તેના સંબંધીઓએ પોલીસ મથકે પહોંચી આ શખ્સ સામે ગુનો દર્જ કરાવ્યો હતો. આ બનાવની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd